Home Gujarat Jamnagar સીટી-B ના 4 પોલીસકર્મીએ બંદૂકો ફોડી.. 8 ની બદલી: પોલીસ બેડામાં ચકચાર

સીટી-B ના 4 પોલીસકર્મીએ બંદૂકો ફોડી.. 8 ની બદલી: પોલીસ બેડામાં ચકચાર

0

પોલીસબેડામાં ભૂકંપ : 4 પોલીસકર્મી પ્રેક્ટિસમાં “ન” ગયા એના બદલે અન્ય 4 એ બંદૂકો ફોડી.. આઠે’યની ટ્રાન્સફર..

4 પોલીસકર્મીએ બેદરકારી દાખવી , અન્ય 4 પરોપકારી બન્યા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧ર. ગઈકાલે જામનગર જિલ્લા પોલીસ વડાએ “D” સ્ટાફનું વિસર્જન કરી 8 પોલીસકર્મી સહિત 14 ની અચાનક બદલી કરતા અનેક તર્ક-વિતર્ક વચ્ચે ભારે ચર્ચા જાગી હતી.

જામનગરની સિટી – બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી ગયો હતો, જિલ્લામાં ભારે ચર્ચા

જામનગર શહેરના સિટી – બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની પ્રેક્ટિસમાં ઘરમાં સૂતા હોય તેનું ફાયરિંગ કરનાર પોલીસમેનો અને જે ઘરે સૂતા હતા તે તમામ સિટી – બી ડિવિઝનના પોલીસની રિપોર્ટના આધારે તાત્કાલિક જિલ્લા પોલીસવડાએ બદલી કરી નાખતા પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

જામનગર પોલીસમાં દર વર્ષે ફાયરિંગ પ્રેક્ટિસ ચાલુ હોય છે જેમાં તબક્કાવાર તમામ પોલીસે ભાગ લેવાનો હોય છે અને પોતાના ભાગે આવેલી ફાયરિંગ કરવાનું ફરજિયાત હોય છે.

પરંતુ સિટી – બી ડિવિઝન ડી – સ્ટાફના કર્મચારી તેમજ અન્ય લોકોએ પોતે ફાયરિંગ પ્રેક્ટિસમાં ભાગ લઈ બીજા કર્મચારીઓના ભાગની ગોળીઓ ફોડી નાખતા આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીને થતા તેમણે આ અંગેનો રિપોર્ટ જિલ્લા પોલીસવડાને કરતા પોલીસવડાએ તાત્કાલિક સિટી – બી માં ફરજ બજાવતા શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજાને કાલાવડ ગ્રામ્ય , રવિન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજાને ધ્રોલ , ફૈઝલ મામદભાઈ ચાવડાને કાલાવડ ગ્રામ્ય , ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાને ધ્રોલ, દેવસુર મીરાભાઈ સાગઠિયાને ધ્રોલ , વિરેન્દ્રસિંહ સુરૂભા ઝાલાને કાલાવડ ગ્રામ્ય , અર્જુનસિંગ રામદેવસિંગ જાડેજાને ધ્રોલ તેમજ ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને તાકીદે અસરથી બદલી કરી નાખવામાં આવી હતી.

સામે પંકજ ખીમાભાઈ વાઘેલા , જીતેન્દ્ર ખુમાનસિંહ જાડેજા , ક્રિપાલસિંહ પ્રતાપસિંહ સોઢા , મયુરસિંહ જયેન્દ્રસિંહ જાડેજા , ગીતાબેન હરદાસભાઈ ગોજીયા અને ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજાને સિટી – બી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે.

ઘરે જે લોકો સૂતા હતા અને તેમના ફાયરિંગ થઈ ગયા તેમજ તેને મદદ કરનાર કર્મચારી બંને પર તવાઈ ઉતરતા જામનગર પોલીસબેડામાં ચકચાર જાગી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version