જામનગરમાં કોન્ટ્રાક્ટરને ધમકી આપી ખંડણી માંગવાના પ્રકરણમાં ઇકબાલ બાઠિયા સહિત ચારની અટકાયત
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ નવેમ્બર ૨૨ જામનગર ના એક બિલ્ડરને ધમકી આપી ખંડણી માંગવા અંગેના પ્રકરણમાં તથા મીઠાઈના બોક્સમાં હથિયાર આપી જવાના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા ઇકબાલ બાઠીયા સહિત ચાર શખ્સોની અટકાયત કરી લઈ વિશેષ પૂછપરછ હાથ ધરી છે.
જામનગરના એક કોન્ટ્રાક્ટર સંજયભાઈ ચુડાસમા કે જેને કોન્ટ્રાક્ટ નું કામ ચાલુ રાખવું હોય તો એક લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે, તેમજ હથિયારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી મીઠાઈના બોક્સમાં રિવોલ્વર અને કારતુસ મોકલવા ના મામલે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નામચીન શખ્સ ઈકબાલ બાઠીયા સહિત ના સાગરીતો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે ફરિયાદ પછી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર એવા ઇકબાલ ઉર્ફે બાઠીયા ઉમરભાઈ નાયકની અટકાયત કરી લીધી છે, જેની સાથે સાથે અન્ય સાગરીતો સિકંદર ઉર્ફે ડાડો ઇસાકભાઈ હાલાણી, હિમાંશુ ઉર્ફે કાનો નરેશભાઈ પરમાર, રમેશ ઉર્ફે ગોખરી દેવજીભાઈ મકવાણા વગેરેની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી એક મોટરસાયકલ અને એક સ્કૂટર કબજે કરી લીધા છે. જ્યારે તેઓના અન્ય એક સાગરીત વિરલ શુક્લ કે જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.