Home Gujarat Jamnagar સુનીલ ચાવડાને મરી જવા મજબૂર કરનાર ”મીત ભારવાડીયા” વિરૂદ્ધ “૩૦૬” દાખલ

સુનીલ ચાવડાને મરી જવા મજબૂર કરનાર ”મીત ભારવાડીયા” વિરૂદ્ધ “૩૦૬” દાખલ

0

રણજીતસાગર ડેમમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

મૃતક ક્રિકેટના સટ્ટામાં પાંચ લાખની રકમ હારી જતાં એક શખ્સે 70 હજારનું બાઈક ગીરવે રાખી ઉઘરાણી માટે અવાર-નવાર ધમકી આપી મરી જવા મજબુર કર્યાની મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા ખળભળાટઆરોપી: મીત હમીર ભારવાડીયા જામનગરદેશ દેવી ન્યુઝ જામનગર 01.: જામનગર નજીક આવેલા રણજીતસાગર ડેમમાં કોઇ યુવકનો મૃતદેહ હોવાની જાણના આધારે ફાયર ટીમ અને પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવતા આ મૃતદેહ જામનગરના નિલકમલ સોસાયટીમાં આવેલા જાગૃતિનગર વિસ્તારમાં શંકરના મંદિર સામે રહેતાં સુનિલ વેજાનંદ ચાવડા (ઉ.વ.21) નામના યુવકનો હોવાની ઓળખ થઈ હતી.

બાદમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેના આધારે મૃતકના પિતા વેજાણંદભાઈ અરશીભાઈ ચાવડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક સુનિલ ચાવડા જામનગરના મીત હમીર ભારવડિયા પાસે ક્રિકેટના સટ્ટામાં પાંચ લાખની રકમ હારી ગયો હતો અને આ પાંચ લાખની રકમની ઉઘરાણી પેટે મીત એ સુનિલનું રૂા.70 હજારની કિંમતનું બાઈક ગીરવે રાખ્યું હતું. તેમજ પૈસાની ઉઘરાણી માટે અવાર-નવાર દબાણ કરી મારી નાખવાની ધમકી આપતો હતો.

પૈસાની ઉઘરાણી માટે મળતી ધમકીના ત્રાસથી કંટાળીને સુનિલે સોમવારે રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ બનાવમાં યુવક પુત્રનો મૃતદેહ મળી આવતા પિતા વેજાણંદભાઈએ મીત ભારવડિયા વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ જે ડી પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version