ધાંગધ્રા નજીક ભરવાડ શખ્સોના ડબલ મર્ડર કેસમાં ૨૬ આરોપીઓ નિર્દોષ
- હળવદ પંથકના ચકચારી ડબલ મર્ડરના કેસમાં મોરબી સેસન્સ કોર્ટનો ચુકાદો
- મહત્વના સાક્ષીઓ હોસ્ટાઇલ થયા : નજરે જોનાર સાહેદો નથી
- ધ્રાંગધાના ઈન્દ્રસિંહ ઝાલા નામના વ્યકિતની હત્યા થયા બાદ તેના બેસણામાં જતા સમયે તંગદીલી સર્જાઇ હતી
- જૂથ અથડામણમાં રાણાભાઈ અને ખેતાભાઈ ભરવાડની હત્યા થઈ હતી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ સપ્ટેમ્બર ૨૩ ધ્રાંગધ્રાના અતિ ચકચારી દરબાર જ્ઞાની અને ભરવાડ જ્ઞાતીના ચકચારી ખુન કા બદલા ફુનની ઘટનામાં ભરવાડ રાણા ભલુ ને ભરવાડ ખેતા ભરવાડની હત્યા કેસમાં પકડાયેલા ૨૬ દરબાર આરોપીઓનો કેસ ચાલી જતા મોરબીના મુખ્ય ન્યાયમૂર્તિ પી.સી. બેશીએ તમામ આરોપીઓને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ અગાઉ પોપટ ભરવાડની હત્યા થયેલ જેમાં ઈન્દ્રજીતસિંહ પકડાયેલ ત્યાર બાદ ઈન્દ્રજીતસિંહ જામીન ઉપર છુટતા ભરવાડોએ એક સંપ કરીને તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આ કેસની વિગતમાં ઈન્દ્રજીતસિંહનું બેસણું યોજાયેલ જેમાં જામનગરથી દરબાર જ્ઞાતીના લોકો ગાડીઓ ભરીને ધ્રાંગધ્રા ગયેલ ત્યાં જ ૧૩-૭-૧૭ના રોજ ગોપાલક ધામ મંદિરે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયેલ જયાં બન્ને પણ પથ્થરમારો થયેલ જેમાં ભરવાડ રાણાભાઈ અને ભરવાડ ખેતાભાઈની હત્યા થયેલ આ અંગેની કરીયાદ રામભાઇ ભરવાડે પોલીસ ફરીયાદ નોંધાવેલ પોલીસે ૨૬ દરબાર આરોપીઓની ધરપકડ કરી હતી.