જામનગર જી.જી.હોસ્પિટલના 20 સીકયુરીટી ગાર્ડને એક સાથે છુટા કરી દેવાતા એક્સ આર્મીમેનમાં રોષ.
જામનગરની જી.જી હોસ્પિટલમાં ગેરવર્તનની અનેક ફરિયાદમાં કુખ્યાત બની ચૂકેલા 20 સીકયુરીટીને અંતે પાણીચું.!
કોરોના કાળને ધ્યાનમાં લઈને રાખવામાં આવ્યા હતા કાયમી ઘર કરી જતા વોટ્સઅપ મેસેજથી ઘરભેગા.!
જામનગર જિલ્લા કલેકટર અને રોગી કલ્યાણ સમિતિને આવેદનપત્ર પાઠવી કરાઇ રજૂઆત: અન્ય ઉપર લટકતી તલવાર : બીજો ધાણવો તૈયાર.!
દેશ દેવી ન્યુઝ જામનગર 01. જામનગર શહેરની જી.જી.હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં કોરોના મહામારી દરમ્યાન નિવૃત આર્મીમેનને સિક્યુરિટી વિભાગ માં ફરજ પર મૂકવામાં આવ્યા હતા અને જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગ સહિતના સમગ્ર પરિસરમાં ફરજ સોંપવામાં આવી હતી.