Home Gujarat Jamnagar જામનગર પંથકમાં 20 ગૌવંશ કતલ થતા બચ્યા: 7ની અટકાયત:જામનગર હિન્દુ સેના તથા...

જામનગર પંથકમાં 20 ગૌવંશ કતલ થતા બચ્યા: 7ની અટકાયત:જામનગર હિન્દુ સેના તથા સિક્કા પોલીસની સંયુકત્ત કાર્યવાહી

0

જામનગર પંથકમાં 20 ગૌવંશ કતલ થતા બચ્યા, 7ની અટકાયત

જામનગર હિન્દુ સેના તથા સિક્કા પોલીસની સંયુકત્ત કાર્યવાહી

જામનગર ગ્રામ્ય આસપાસના વિસ્તારમાંથી મુંગા પશુઓને ઉઠાવી જઇ માળીયા વિસ્તારમાં કતલ કરી નાખી અમદાવાદ વેચાણ કરાતું હોવાનું ધ્યાનમાં આવતાં તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર તાલુકાના આમરા-જીવાપર સહિતના વિસ્તારોમાંથી કેટલાક ગૌવંશ ને વાહનોમાં ઉઠાવી જઇ માળિયા પાસે તેની કતલ કરી નાખવામાં આવે છે, અને તે ગૌમાંસ ને અમદાવાદ તરફ વેચાણ કરી નાખવામાં આવે છે. તેવી જાણકારી જામનગરની હિન્દુ સેના ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક અન્ય ગૌ ભક્તો ને મળી હતી. જેથી હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ એડવોકેટ પ્રતિક ભટ્ટ દ્વારા સિક્કા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ગઈકાલે સાંજે સિક્કા પોલીસ દ્વારા જીવાપર અને આમરા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન સાત જેટલા શખ્સો 20થી વધુ ગૌવંશ (બળદ) ને ઉપાડી જઈ કતલખાને મોકલવાની પેરવી કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી પોલીસે 20 જેટલા પશુઓને મુક્ત કરાવ્યા હતા. જ્યારે શ્રાવણ મહિના જેવા પવિત્ર તહેવારમાં પશુઓની કતલ ની પ્રક્રિયાના જોડાયેલા એવા જામનગરના ખોજા ચકલા વિસ્તારમાં રહેતા સોહીલ ઇબ્રાહીમભાઇ, તેમજ વનરાજ ઘેલા ભાઈ પરમાર, અભેશ મોહનભાઈ સિંધવ, ગેલાભાઈ પદ્માભાઈ પરમાર, રસિક ધુળાભાઈ સિંધવ, કરણ ગેલા ભાઈ પરમાર, કાળુ ઉર્ફે કારો પરમાર વગેરેની અટકાયત કરી લઇ તમામ સામે સિક્કા પોલીસ મથકમાં પશુ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ 11 (1) (ક) તથા પશુ સંરક્ષણ અધિનિયમ 2011 ના સુધારા 2017 ની કલમ 6, 8,(2), 8,(4) તથા જી.પી.એફ કલમ 119 મુજબ ગુનો નોંધ્યો છે.

આ પ્રકરણમાં સંડોવાયેલા વાંકાનેરના રૂડો ઉર્ફે વિજય પરમાર તેમજ તેની સાથે જોડાયેલા અન્ય શખ્સોને ફરાર જાહેર કરાયા છે, અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું, કે જામનગર ગ્રામ્ય વિસ્તારના કેટલાક સરપંચ પાસેથી રસ્તે રઝળતા પશુઓને ગૌશાળામાં પહોંચાડવા લઈ જઈએ છીએ, તેવું ખોટું કારણ દર્શાવી તેઓ પાસેથી લેટર તૈયાર કરાવી લેતા હતા. અને ગૌવંશને ઉઠાવી જઇ માળીયામીયાણા પાસે કતલ કરાવી નાખે છે, અને ત્યાંથી ગૌમાંસને અમદાવાદ તરફ વેચવાનું કારસ્તાન ચલાવે છે. જે માહિતીના આધારે પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version