Home Gujarat ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાધવજી પટેલની તબિયત સ્થિર

ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાધવજી પટેલની તબિયત સ્થિર

0

ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ને બ્રેઇન સ્ટોક આવી જતાં હોસ્પિટલમાં ખસેડાયા

  • પરિવારજનો તથા ગુજરાત રાજ્યના ભાજપના અગ્રણીઓ સૌપ્રથમ જામનગર અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં પહોંચ્યા
  • હાલ તેઓની તબિયત સ્થિર હોવાથી એરલીફ્ટ કરી વધુ સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં ખસેડવા કાર્યવાહી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ફેબ્રુઆરી ૨૪, જામનગર ગ્રામ્ય વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ને ગઈ રાત્રે ભાજપના એક કાર્યક્રમ દરમિયાન એકાએક તબિયત લથડી હતી, અને તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને બ્રેઇન સ્ટ્રોક આવ્યાનું જાહેર થયું હતું. ત્યાંથી વધુ સારું માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓની તબિયત સ્થિર હોવાથી વધુ સારવાર માટે મુંબઈ એરિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સમાચાર મળતાં કૃષિ મંત્રીના પરિવારજનો તેમજ ગુજરાત રાજ્યના ભાજપના અનેક અગ્રણીઓ તેમની ખબર પૂછવા માટે રાજકોટની હોસ્પિટલમાં દોડી ગયા છે.

ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘજીભાઈ મૂંગરા (પટેલ) કે જેઓ ગઈકાલે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ચલો ગાંવ ચલે નામક એક કાર્યક્રમમાં મતવા ગામમાં હાજરી આપી રહ્યા હતા, તે દરમિયાન તેઓની અચાનક તબિયત લથડી હતી, અને તાત્કાલિક અસરથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં જી.જી. હોસ્પિટલ ના ડીન-સુપ્રીટેનડન્ટ તેમજ સમગ્ર તજજ્ઞ તબીબોની ટીમ હાજર થઈ હતી, અને તેઓની પ્રાથમિક સારવાર ચાલુ કરી હતી. જેઓને બ્રેઇન સ્ટોક આવી ગયો હોવાનું જાહેર થયું હતું.આ સમાચાર મળતાં જ જામનગર શહેર જિલ્લાના ભાજપના અગ્રણીઓ તેમજ રાઘવજીભાઈ પટેલના પુત્ર સહિતના પરિવારજનો સૌપ્રથમ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા.

ત્યારબાદ તબીબો ના અભિપ્રાયને ધ્યાને લઈને તેઓને મોડી રાત્રે જ વધુ સારવાર માટે રાજકોટની સિનરજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પણ તબીબોની ટીમ મારફતે તેઓની સધન સારવાર ચાલી રહી છે, અને હાલ તેઓની તબિયત સ્થિર છે.ગુજરાત રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા થતા જામનગર શહેર- જિલ્લાના ભાજપના અગ્રણીઓ, ઉપરાંત રાજકોટ ભાજપના આગ્રણીઓ, રાજકોટના જિલ્લા કલેકટર વગેરે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તેઓની સુશ્રુષા કરવામાં મદદ કરી હતી, અને તેઓના ખબર પૂછ્યા હતા.હાલમાં તેઓની તબિયત સ્થિર હોવાથી તેઓને વધુ સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં એર લિફ્ટ કરીને ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે.

આ અહેવાલ મળતાં ની સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના ગુજરાત ભાજપના અગ્રણીઓ દ્વારા પણ ટેલીફોનિક સંદેશાઓ મારફતે તેઓની તબિયતના ખબર કાઢવામાં આવ્યા હતા. રાઘવજીભાઈ પટેલના પરિવારજનો તેમજ સમર્થકો વગેરેમાં ચિંતા નું મોજું ફરી મળ્યું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version