Home Gujarat Jamnagar જામનગરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ૧૧,૧૧૧ દીવડા દ્વારા ઉજવણી કરાઈ

જામનગરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ૧૧,૧૧૧ દીવડા દ્વારા ઉજવણી કરાઈ

0

જામનગરની શ્રી સત્ય સાઈ વિદ્યાલય દ્વારા પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ૧૧,૧૧૧ દીવડા દ્વારા ઉજવણી કરાઈ

  • જામનગરના માજી રાજવી શ્રી જામસાહેબ દ્વારા પ્રથમ જ્યોત પ્રગટાવવામાં આવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ જાન્યુંઆરી ૨૪, પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિતે શ્રી સત્ય સાઈ વિદ્યાલયના આંગણમાં આનંદની ઉજવણી છવાઈ ગઈ હતી. ભારતના ઇતિહાસમાં આ મહત્વપૂર્ણ અવસરની શાળા અને તેના વિદ્યાર્થીઓએ હૃદયપૂર્વક અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરી. શ્રી સત્ય સાંઈ વિદ્યાલયનું આંગણ ૧૧૧૧૧ દીવડાથી જગમગી ઉઠ્યું હતું. 

શ્રી સત્ય સાઈ વિદ્યાલયમા માત્ર દીવડા ની જ્યોત જ નહિ પરંતુ આ ૧૧,૧૧૧ દીવડાથી અયોધ્યા સ્થિત પ્રભુ શ્રી રામના મંદિર ની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. શાળાએ દીવડા સાથે પ્રસંગ અનુરૂપ ૨,૦૦૦ ફૂટની રંગોળીથી શ્રી રામના આગમનનો હર્ષ દર્શાવ્યો હતો. આ ભવ્ય ઉજવણીનો હેતુ શ્રી રામનું મહત્વ અને તેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને પ્રકાશિત કરવાનો છે.

શ્રી સત્ય સાઈ વિદ્યાલયના ચેરમન, જામનગરના માજી રાજવી જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ પ્રથમ જ્યોત પ્રગટાવી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. જમસાહેબનો આ ભાવ આપણી સાંસ્કૃતિક વારસાને જાળવવા અને જતન કરવાની તેઓની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. શ્રી રામ મંદિરની પવિત્રતાને પ્રતિબિંબિત કરતો આ પ્રસંગ ભગવાન શ્રી રામના ભક્તિમાય ભજન થી ગુંજી ઉઠ્યો. અનેક ઉત્સાહી સહભાગીઓના આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા હતા. શ્રી સત્ય સાંઈ વિદ્યાલય આ ઐતિહાસિક ક્ષણનો એક ભાગ હોવાનો ગર્વ અનુભવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version