Home Gujarat હવે જામનગર સહિત રાજયમાં લોકડાઉન’ કે ‘અનલોકડાઉન’, સાંજે જાહેરાત.

હવે જામનગર સહિત રાજયમાં લોકડાઉન’ કે ‘અનલોકડાઉન’, સાંજે જાહેરાત.

0

હવે રાજયમાં લોકડાઉન’ કે ‘અનલોકડાઉન’, સાંજે જાહેરાત.

આવતીકાલથી રાત્રિ કરફ્યૂની અવધિ સમાપ્ત.

સરકારની ટાસ્ક ફોર્સના એક સભ્યએ પ રાજ્ય સરકારને લેખિતમાં લોકડાઉન કરવા ભલામણ કરી

રાજ્યમાં કુલ કેસોનો આંકડો 6,07,422 સુધી પહોંચ્યો.

રાજ્યમાં કોરોનાએ કુલ 7648 લોકોનો ભોગ લીધો
4,52,275 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં.

હાલ ગુજરાતમાં 1,47,499થી વધુ એક્ટિવ કેસ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. જોકે તેમ છતાં હજુ તેનો કહેર ઓછો થયો નથી. હાલ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે. એટલું જ નહીં,કેટલાંય શહેરો અને ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન છે તેમ છતાંય કોરોનાના કાબૂ બહાર છે. ગુજરાતના ટોચના અખબાર ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે, રાજ્ય સરકારે હવે ગુજરાતભરમાં સંપૂર્ણ લોકડાઉન લાદવાની દિશામાં વિચારણા હાથ ધરી છે.

ગુજરાતમાં કોરોનાની મહામારી વધુને વધુ વકરી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ કેસોનો આંકડો 6,07,422 સુધી પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાએ કુલ 7648 લોકોનો ભોગ લીધો છે. 4,52,275 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. હાલમાં ગુજરાતમાં 1,47,499 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. અત્યારે એવી સ્થિતી છેકે, દર્દીઓને હોસ્પિટલમાં પથારી મળી રહી નથી. હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટી રહ્યો છે જેના કારણે દર્દીઓને દાખલ કરાતાં નથી. ખાનગી હોસ્પિટલો જ નહીં, 900 બેડની હોસ્પિટલ,એસવીપી,શારદાબેન અને એલજી હોસ્પિટલમાં ય નો-બેડના પાટિયા ઝુલી રહ્યાં છે. આ સ્થિતીને કારણે કેટલાંય દર્દીઓ ઘેર જ સારવાર લેવા મજબૂર બન્યાં છે. શહેરો જ નહીં, ગામડાઓમાં ય કોરોનાની સ્થિતી વધુ બગડી છે.

હવે ડોક્ટરો,વેપારી સંગઠનો,ધાર્મિક-સામાજીક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સામે ચાલીને ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન કરવા ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે, ઓડિશા,રાજસ્થાન, હરિયાણા,મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં તો સંપૂર્ણ લોકડાઉન લદાયુ છે ત્યારે હવે ગુજરાત સરકારે પણ આ દિશામાં વિચારણા કરી છે. ટાસ્ક ફોર્સના એક સભ્યએ પણ જણાવ્યું કે,રાજ્ય સરકારને લેખિતમાં લોકડાઉન કરવા ભલામણ કરી છે. કેમકે, રાત્રિ કરફ્યૂ, સ્વયંભૂ લોકડાઉનના નિયંત્રણો લદાયા પછીય કોરોનાની સ્થિતીમાં કોઇ ફેર પડયો નથી.

ભાજપના ધારાસભ્યો-નેતા અને કાર્યકરોને ગરીબોને અનાજ,ભોજન પુરુ પાડવા સૂચના અપાઇ છે. ગામડાઓમાં કોવિડ કેર પણ ખૂબ ઝડપથી શરૂ કરવામાં આવી રહ્યાં છે. તા.5મીએ રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઇ રહી છે. સરકારે રાત્રિ કરફ્યૂની અવધિ લંબાવાવવાને બદલે સંપૂર્ણ લોકડાઉન કરે તેવી શક્યતા જોવાઇ રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version