વિશ્વ ચકલી દિન નિમિત્તે પક્ષી પ્રેમી ફિરોઝ ખાન પઠાણ અને તેમની ટીમ દ્વારા પાણીના કુંડા અને માળાનું વિતરણ.
સમગ્ર વિશ્વભરમાં 20 માર્ચ ચકલી દિન ની ઉજવણી કરવામાં આવે છે.
મોબાઇલ ટાવર અને હવા પ્રદૂષણ ને કારણે ચકલીઓ લુપ્ત થવાની આરે છે ત્યારે લોકોમાં ચકલીને બચાવવા માટે જાગૃતતા કેળવાય તેવા શુભ આશયથી પક્ષી પ્રેમી ફિરોઝ ખાન પઠાણ અને તેમના ગ્રુપ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ચકલીના માળા અને કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે તે ખૂબ પ્રશંસનીય કાર્ય છે.
ફિરોઝ ખાન પઠાણ અને તેની ટીમ દ્વારા સતત ૧૨ વર્ષથી નિશુલ્ક કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં બાર હજારથી પણ વધુ કુંડા અને માળાનું વિતરણ કરેલ છે.
તારીખ. 20 શનિવારના રોજ ડીકેવી સર્કલ ખાતે સવારે ૯ થી બપોરના ૧ર સુધી દાતાઓના સહયોગથી સેવાકીય કાર્ય સફળ બનાવવા વિશ્વાસ ઠક્કર અંકુર ગોહિલ વગેરે મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.