Home Gujarat લોકડાઉન અંગે કોઈ જ વિચારણા નથી: મુખ્યમંત્રી ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રૂપાણી...

લોકડાઉન અંગે કોઈ જ વિચારણા નથી: મુખ્યમંત્રી ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રૂપાણી એકશન મોડમાં, લોકો બિનજરૂરી બહાર ન નીકળે

0

લોકડાઉન અંગે કોઈ જ વિચારણા નથી: મુખ્યમંત્રી
ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રૂપાણી એકશન મોડમાં, લોકો બિનજરૂરી બહાર ન નીકળે

ગાંધીનગર: ગુજરાતમાં ફરી એક વખત કોરોનાની નવી લહેર ઉઠી છે. આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.

આ સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને સંબોધ્યા હતા. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે હોસ્પિટલ માં બેડ તૈયાર રાખ્યા છે.

સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે લોકડાઉન અંગે કોઈ જ વિચારણા નથી.

આ ઉપરાંત શાળા-કોલેજો શરૂ રાખવી કે નહીં, તેમજ પરીક્ષાનું કેવી રીતે આયોજન કરવું તે અંગે સરકાર બહુ ઝડપથી નિર્ણય કરશે તેમ મુખ્યમંત્રી જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે પગલાં લેવાની સૂચના આપવાની સાથે સાથે વેક્સીનેશન વધારવાની વાત કરી છે.

હાલ ગુજરાતમાં દરરોજ ત્રણ લાખ લોકોનું વેક્સીનેશન થઈ રહ્યું છે. આ ક્ષમતા બે ગણી કરવામાં આવશે. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં કોરોનાના કેસ વધ્યા છે.

મુખ્યમંત્રી જણાવ્યું હતું કે દરરોજ કોરોના વાયરસના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેની છ ગણી બેડની વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

હાલ રાજ્યમાં હાલ છ હજાર બેડ તૈયાર છે. ભૂતકાળમાં પણ બેડની કોઈ તકલીફ પડી ન હતી. નવી લહેરમાં પણ બેડની કોઈ તંગી નહીં આવે. જરૂરી પડશે તે રીતે ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે ગૃહ અને આરોગ્ય વિભાગને કડક પગલા લેવાની સૂચના આપી દેવામાં આવી છે.

માસ્કના નિયમનું કડકાથી પાલન કરાવવામાં આવશે. આ ઉપરાંત જે જગ્યાએ લોકો વધારે એકઠા થાય છે ત્યારે ભીડને નિયંત્રિત કરવા માટે પગલાં ભરવામાં આવશે. રાજ્યમાં ફરથી લોકડાઉન લગાવવાની કોઈ વાત નથી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version