Home Gujarat Mehsana મહેસાણામાં બેંકના મેનેજર દ્વારા પેન્શનર શિક્ષકની સાથે છેતરપીંડી

મહેસાણામાં બેંકના મેનેજર દ્વારા પેન્શનર શિક્ષકની સાથે છેતરપીંડી

0

 

મહેસાણામાં બેંકના મેનેજર દ્વારા પેન્શનર શિક્ષકની સાથે છેતરપીંડી

ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ
જોટાણા બેંક ઓફ બરોડાના મેનેજર વિરુધ ફરિયાદ
રૂપિયા એક લાખની એફ ડી કરાવવા ગયેલા નિવૃત્ત શિક્ષક આત્મારામભાઈ પટેલના પૈસા વીમા પોલીસીમાં રોકી દીધા

વીમા પોલીસીનો ટાર્ગેટ પૂરો કરવા ઠગાઈ આચરી હોવાની ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક: મહેસાણા 

ઘણી વખત બેંકમાં જતા ગ્રાહકો બેંક મેનેજર પર આંધળો વિશ્વાસ મુકીને બેંક મેનેજર દ્વારા આપેલી સલાહને જ સાચી માનીને ગ્રાહકો રોકાણ કરી ડેટા હોય છે.

અને બેંક મેનેજર કે કોઈ એજન્ટો દ્વારા મોટી મોટી સ્કીમોની લાલચ આપીને ટાર્ગેટ પૂરો કરવા ભોળા ગ્રાહકોને છેતરીને એફ ડી કે વીમો ઉતરાવી ડેટા હોય છે.

આવો જ એક કિસ્સો બન્યો છે, મહેસામમાં કે જ્યાં બેંક ઓફ બરોડાના મેનેજરે જ ઇન્ડિયા ફસ્ટ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મી સાથે મળીને વિમાનો ટાર્ગેટ પૂરો કરવા ગ્રાહકોને બાટલીમાં ઉતારી દીધા.

મહેસાણાના જોટાણા તાલુકાના જાકાસણાના નિવૃત્ત શિક્ષક બેંક ઓફ બરોડામાં ગયા એફ ડી કરાવવા અને થઇ ગયું વીમામાં રોકાણ. આ તે કેવી રીતે બન્યું ? એ જાણીને તમને પણ નવાઈ લાગશે.

આ કોઈ સ્કીમ નથી કે, તમે એફ ડી માં રોકાણ કરો અને તમને વીમો પણ મળી જાય. અહી તો જોટાણાના બેંક ઓફ બરોડાના મેનેજર હિમાંશુ રાકેશભાઈ મકવાણાની કમાલ છે.

જાકાસણાના નિવૃત્ત શિક્ષક આત્મારામ પટેલ આ બેંકમાં પહોચ્યા એક લાખની એફ.ડી.કરાવવા. જ્યાં મેનેજર હિમાંશુએ એફ ડી ની જગ્યાએ વધુ પૈસાના વળતરની લાલચ આપીને હું કહું ત્યાં રોકાણ કરો એવી લાલચ આપી હતી.

ત્યારે એમની જ ઓફીસ માં ફસ્ટ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સના કર્મચારી હિમાંશુ બાબુભાઈ મકવાણાને બોલાવીને આત્મારામ પટેલની પાસબુક, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર મેળવી લીધો હતો. અને રૂપિયા એક લાખ પણ તેમના ખાતામાંથી ઉપડી ગયા હતા. જેના પંદર દિવસ બાદ આત્મારામ પટેલના ઘરે ઇન્ડિયા ફસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની ગેરંટેડ રીટાયમેન્ટ પ્લાન લીધા અંગેની પોલીસી બુક પહોચતા તેઓ ચોકી ઉઠ્યા હતા. એટલે કે, આત્મારામ ગયા હતા એફ ડી કરાવવા અને મળી ગયો રીટાયડ પ્લાન. અને પાંચ વર્ષ સુધી વાર્ષિક એક લાખ ભરવાના હોવાનું પણ જાણવા મળેલ. જેની તપાસ કરતા બેંક મેનેજર હિમાંશુ અને વીમા કંપનીના કર્મી હિમાંશુ એ મળીને ટાર્ગેટ પુરવો કરવા તેમની સાથે છેતરપીંડી કરી છે.

વધુ તપાસ કરતા એમના જેવા ઘણા લોકો પણ સામે આવ્યા હતા.

ફરિયાદી આત્મારામ પટેલને આ સમગ્ર મામલે જાણ થતા તપાસ કરતા જ બેંક ઓફ બરોડાના જોટાણા શાખાના મેનેજર હિમાંશુ રાકેશભાઈ મકવાણા અને ઇન્ડિયા ફસ્ટ કંપનીના કર્મચારી હિમાંશુ બાબુભાઈ મકવાણા બંને એ ભેગા મળીને વીમા કંપનીના ટાર્ગેટ પુરા કરવા આ રીતે કોલો સાથે ઠગાઈ કરતા હતા. અને ઠગાઈની જાણ થતા ફરિયાદી આત્મારામ પટેલ સહીત અન્ય છેતરાયેલા લોકોએ પોતાના પૈસા પરત માંગેલા. અને પોતાના પૈસા પરત નહિ મળતા તેમની સાથે છેતરપીંડી થયાનો અહેસાસ થતા જ નિવૃત્ત શિક્ષક આત્મારામ પટેલે બેંક ઓફ બરોડાના જોટાણા શાખાના મેનેજર હિમાંશુ રાકેશભાઈ મકવાણા અને ઇન્ડીયા ફસ્ટ વીમા કંપનીના કર્મચારી હિમાંશુ બાબુભાઈ મકવાણા વિરુધ સાંથલ પોલીસ મથકે ફરિયાદ આપી દીધી છે.

નિવૃત્ત શિક્ષક હોવા છતાં ભણેલા ગણેલા માણસોને પણ આ બેંક મેનેજરે ચૂનો લગાવી દીધો. તે પણ માત્ર ને માત્ર વિશ્વાસમાં ભોળવી લઈને. આત્મારામ કાકા બાપડા ગયા હતા એફ ડી કરાવવા અને વીમો પધરાવી દેતા ઉપરથી દર વર્ષે એક – એક લાખ પાંચ વર્ષ સુધી ભરવાનો પેન્શન પ્લાન પધરાવી દીધો. એટલે જ , કહેવામાં આવે છે કે, કોઈ પણ દસ્તાવેજ વાંચ્યા વગર કે સમ્ઝ્યા વગર સહી કરવી નહિ, કે કોઈ આપે એ પ્લાન સમઝ્યા વગર લેવો નહિ. કે પછી, કોઈની પર આંધળો વિશ્વાસ તો કદાપી કરવો નહિ.

આ કેસમાં બેંક મેનેજર અને વીમા કંપનીના કર્મી વિરુધ ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version