Home Gujarat Jamnagar ભાણવડ નગરપાલિકાના ભાજપના આઠ સભ્યોને પક્ષમાં સસ્પેન્ડ.

ભાણવડ નગરપાલિકાના ભાજપના આઠ સભ્યોને પક્ષમાં સસ્પેન્ડ.

0

ભાણવડ નગરપાલિકાના ભાજપના આઠ સભ્યોને પક્ષમાં સસ્પેન્ડ.

જામનગર: સૌરાષ્ટ્રની ભાણવડ નગરપાલિકામાં ભાજપના 8 સભ્યો પાસે બળવો કરાવીને કોંગ્રેસે સત્તામાંથી દૂર કરીને ભાજપનું નાક વાઢી લીધું છે.

ભાજપ શાસિત ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસે પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

બુધવારે મળેલી ખાસ સામાન્ય સભામાં ભાજપના અસંતુષ્ટોના ટેકાથી આ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને હોદા પરથી દૂર થતાં ભાજપ પાસેથી સતા ઝૂંટવાઇ ગઈ છે.

આ ઘટનાના કારણે ભાજપની છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપે 8 અસંતુષ્ટ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.

ભાજપે મધુબેન કાનજીભાઇ વાઘેલા, હર્ષિદાબેન જીગ્નેશભાઇ રાઠોડ, હીનાબેન સુભાષભાઇ કણઝારિયા, જીજ્ઞાબેન હીતેશભાઇ જોશી, કિશોરભાઇ નરશીભાઇ ખાણધર, અલ્તાફ ઇબ્રાહીમ બ્લોચ, મંજુબા ઉમેદસિંહ જાડેજા, સરોજબેન રમેશભાઇ ચાંગેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

ભાણવડ નગરપાલિકામાં ભાજપના 16 અને કોંગ્રેસના 8 સભ્ય છે. ભાણવડ પાલિકામાં ભાજપની બહુમતી હોવાથી ગોદાવરીબેન જમનાભાઈ કણઝારિયા પ્રમુખ તથા નરેન્દ્રસિંહ ભાટાણી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતાં. કારોબારી ચેરમેન પદે ભાલચંદ્ર ભટ્ટની વરણીના મુદ્દે છેલ્લા ઘણાં સમયથી ભાજપમાં ગજગ્રાહ ચાલતો હતો.

આ મુદ્દે છેલ્લા છ મહિનાથી પાલિકામાં વહીવટ ઠપ્પ થઈ ગયો હતો. કોંગ્રેસે આ તકનો લાભ ઉઠાવી વર્તમાન પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. બુધવારે ખાસ સામાન્ય સભા નાયબ કલેક્ટર પ્રશાંત મંગુડાની અધ્યક્ષતામાં ભાણવડ પાલિકામાં યોજાઈ હતી. આ સભામાં ભાજપના નારાજ 8 સભ્યોતથા કોંગ્રેસના 8 મળી કુલ 16 સભ્યોના ટેકાથી અવિશ્વાસનો ઠરાવ પાસ થતાં પ્રમુખ-ઉપપ્રમુખને હોદ્દા પરથી દૂર કરાયા છે.

 

ભાણવડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના સભ્ય મધુબેન કાનજીભાઇ વાઘેલા, હર્ષિદાબેન જીગ્નેશભાઇ રાઠોડ, હીનાબેન સુભાષભાઇ કણઝારિયા, જીજ્ઞાબેન હીતેશભાઇ જોશી, કિશોરભાઇ નરશીભાઇ ખાણધર, અલ્તાફ ઇબ્રાહીમ બ્લોચ, મંજુબા ઉમેદસિંહ જાડેજા, સરોજબેન રમેશભાઇ ચાંગેલાએ પક્ષના વ્હીપનો અનાદર કરી મતદાન કરતા પ્રદેશ ભાજપ દ્વારા તમામને તાકીદની અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version