Home Gujarat ભાજપ પ્રદેશ પ્રમુખ સામે ગુનો નોંધવા પરેશ ધાનાણીએ કરી હાઈકોર્ટમાં અરજી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સામે ગુનો નોંધવા પરેશ ધાનાણીએ કરી હાઈકોર્ટમાં અરજી.

0

સુરતમાં ઈન્જેક્શનની લ્હાણી કરનાર ભાજપ પ્રદેશ પ્રમુખ સામે ગુનો નોંધવા પરેશ ધાનાણીએ કરી હાઈકોર્ટમાં અરજી.

સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરતા પરેશ ધાનાણી.

અમદાવાદ : તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખે પોતાના હોમટાઉન સુરતમાં ઈન્જેક્શનની લ્હાણી કરી હતી. જેના બાદ રાજકારણ ગરમાયુ હતું. પ્રદેશ અધ્યક્ષ ક્યાંથી અને કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને તેઓ કેવી રીતે આ રીતે ઈન્જેક્શન વહેંચી શકે તે મુદ્દે તેઓ વિવાદમાં આવ્યા હતા. ત્યારે હવે આ મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં સીઆર પાટીલના રેમડેસિવિર ઇન્જેકશન મુ્દ્દે અરજી કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતા પરેશ ધાણાનીએ હાઈકોર્ટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે અરજી કરી છે. સુરતમાં સી.આર પાટીલે ઈન્જેક્શનનો જથ્થો ફાળવાતા વભ માં અરજી કરાઈ છે. સીઆર પાટીલ સામે થયેલી અરજીમાં અનેક સવાલો ઉઠાવાયા છે. ફાર્મસીના લાઇસન્સ સિવાય કોઈપણ વ્યક્તિ રેમડેસિવિરના કમ્પાઉન્ડ, મિક્સર અને દવા રાખી શકે નહિ, મેડિકલ તબીબ જ દર્દીઓને રેમડેસિવિર લખી શકે અને પોતાની પાસે રાખી શકે. દરેક વ્યક્તિ આ દવા મેન્યુફેક્ચર કરી શકતું નથી, ત્યારે પ્રદેશ પ્રમુખ પાસે આ દવાનો જથ્થો ક્યાંથી આવ્યો તેવા સવાલો અરજીમાં કરાયા છે.

કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. સાથે જ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી છે.

સીઆર પાટીલ સામે જાહેર હિતની 36 પાનાની અરજી કરી છે. જેમાં સુરતના ધારાસભ્ય હર્ષ સંધવીનો પણ ઉલ્લેખ કરાયો છે. બંને સામે “અન-ઓથોરાઝ઼ડ ડિસ્ટીબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન” ના મુદ્દે જવાબ માંગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version