Home Gujarat નાઇટ કરફ્યુ અને મીની લોકડાઉન લંબાવવાની પ્રબળ શક્યતા : સાંજે નિર્ણય

નાઇટ કરફ્યુ અને મીની લોકડાઉન લંબાવવાની પ્રબળ શક્યતા : સાંજે નિર્ણય

0

નાઇટ કરફ્યુ અને મીની લોકડાઉન લંબાવવાની પ્રબળ શક્યતા..

જામનગર સહિત રાજયના 36 શહેરમાં નાઇટ કરફ્યુ અને મીની લોકડાઉન મુદ્દે આજ સાંજે કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય.

જામનગર: ગુજરાતમાં હાલમાં જામનગર સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોય અને મીની લોકડાઉનની અવધી આવતીકાલે સમાપ્ત થતી હોય ત્યારે આજે મળનારી કોર કમિટીની બેઠકમાં હાલમાં કરફ્યુ-મીની લોકડાઉન લંબાવવો કે નહીં તે અંગેનો આજે નિર્ણય લેવાશે.

કોરોનાની ચેઈન તોડવા માટે હાલમાં જામનગર સહિતના 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રીના 8 થી સવારે 6 સુધીનો કર્ફયુ ચાલી રહ્યો છે. એવુ જાણ વા મળે છે કે કોરોનાના કેસ ઘટી ગયા છે પરંતુ સરકાર કોઈ ખતરો લેવા માગતી નથી આથી રાત્રી કર્ફયુનો અમલ લંબાવવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે.

ગુજરાતનાં શહેરોમાં તો સ્થિતિ સુધરી રહી છે, પરંતુ ગામડાંમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં લેવા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા મજબૂત બનાવી ગુજરાતમાં વધુ ને વધુ વેક્સિનેશન થાય એ માટેના પ્રયત્નો કરીને રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવા સરકાર સક્રિય બની છે.

ગુજરાતમાં 6 મેથી 12 મે દરમિયાન વધુ 7 શહેર સાથે કુલ 36 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો હતો. રાજ્યભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી અટકળોનો છેદ ઉડાડતા મંગળવારે સાંજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે રાત્રિ કર્ફ્યૂ ધરાવતાં શહેરોમાં 7 શહેરનો ઉમેરાયો થયો છે. આ અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયંત્રણો દરમિયાન આવશ્યક સેવાઓ, જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્કપાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રાખવાનો આદેશ અપાયો હતો.

આ ઉપરાંત રાજ્ય સરકારે મીની લોકડાઉન પણ જાહેર કર્યુ છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે દવા, કરીયાણુ, ડેરી, શાકભાજી, ફળફળાદી, ચશ્માની દુકાનો, હોટલો અને રેસ્ટોરન્ટને ટેઈકઅવેની છૂટ આપી છે જ્યારે બાકીની દુકાનો-બજારોને બંધ રાખવાનો આદેશ આપ્યો હતો જે હેઠળ તા. 4 મેથી મોટાભાગની દુકાનો-બજારો બંધ છે જેના કારણે વેપારીઓ અકળાયા છે અને ગુજરાતભરમાંથી વેપારી એસોસીએશનોએ સરકારને અપીલ કરી છે કે દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવે. તેઓએ દલીલ કરી છે કે મંદીના સમયમાં દુકાનો બંધ રાખવાથી વેપારીઓની આર્થિક સ્થિતિ હલબલી ઉઠી છે. જેના કારણે હવે દુકાનો ખોલવાની મંજુરી મળવી જોઈએ.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version