Home Gujarat Jamnagar દ્વારકાની યુવતીના ફોટા અભદ્ર રીતેે વાયરલ કરવા બદલ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ.

દ્વારકાની યુવતીના ફોટા અભદ્ર રીતેે વાયરલ કરવા બદલ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ.

0

દ્વારકાની યુવતીના ફોટા અભદ્ર રીતેે વાયરલ કરવા બદલ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ.

ખંભાળિયા :દ્વારકામાં રહેતી એક યુવતીના ફોટાને ફેક આઈ.ડી. મારફતે વાયરલ કરવા બદલ એક શખ્સ સામે ધોરણસર ફરીયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ દ્વારકામાં રહેતી 23 વર્ષીય એક યુવતીના ફોટાને ચોક્કસ પ્રકારની ફેક આઈ.ડી. બનાવી કોઈ શખ્સે તેને ઇન્ટરનેટ મારફતે વાયરલ કરી, આ યુવતીની બદનામી થાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે.

આ બનાવ અંગે ભોગ બનનાર યુવતી દ્વારા અહીંના સાયબર સેલ વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા આ અંગે દ્વારકા પોલીસે ચોક્કસ આઈ.ડી. ધારક સામે આઈ.પી.સી. કલમ 501 તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ સ્થાનિક પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version