Home Gujarat દારૂ પીને ધમાલ મચાવનાર PSI ની અટાકયત

દારૂ પીને ધમાલ મચાવનાર PSI ની અટાકયત

0

દારૂ પીને ધમાલ મચાવનાર પીએસઆઇની અટાકયત

પૂર ઝડપે જીપ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં

અરવલ્લી: ગુજરાતમાં દારૂબંધી છે. એટલે કે અહીં દારૂ પીવો અને તેનું વેચાણ કરવું ગેરકાયદે છે.

જોકે, અહીં માંગો ત્યાં અને માંગો એ બ્રાન્ડનો દારૂ મળે રહે છે તે નરી વાસ્તવિકતા છે. ક્યાંક છાનાછૂપો તો ક્યાંક અધિકારીઓની રહેમ નજર હેઠળ જ દારૂની હેરાફેરી થતી હોય છે.

રાજ્યમાં દારૂના વેચાણ અને પીવા બદીને અટકાવવાની જવાબદારી પોલીસની છે. હવે પોલીસ જ જો દારૂ પીને ધમાલ મચાવે તો ફરિયાદ કરવા કોની પાસે જવું? રાજ્યના સરહદી અરવલ્લી જિલ્લામાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં એક પીએસઆઈએ દારૂ પીને ધમાલ મચાવી હતી.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ખાતે પીએસઆઈએ દારૂ પીને ધમાલ મચાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, પીએસઆઈએ અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. હાલ આ પીએસઆઈની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની સામે બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

મેઘરજના ઇસરીના પીએસઆઇ બી.એલ. રોહિતે દારૂ પીને ધમાલ મચાવી હતી. દારૂ પીને ડમડમ બનેલાપીએસઆઇ જીપમાં સવાર થઈ ગયા હતા અને શૂરાતન ચઢ્યું હોય તેમ પૂર ઝડપે જીપ ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ અંગે વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે પીએસઆઈ દારૂના નશામાં ડમડમ થઈ ગયા હોવાથી જીપ આગળ પાછળ કરી રહ્યા છે.

આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ રાજ્ય જિલ્લા એસ.પી. સંજય ખરાતે પીએસઆઈ સામે કડક પગલા ભરવાનો અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત પીએસઆઈની અટકાયત કરી દેવામાં આવી છે. પીએસઆઈ સામે દારૂ પીવાનો અને બેદરકારીથી વાહન હંકારવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પીએસઆઈ સામે પગલાં ભરાયા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version