જામનગર સહિત રાજયના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 સુધી રહેશે નાઈટ કરર્ફ્યૂ: મુખ્યમંત્રીની જાહેરાત.
લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી : રાજ્યમાં 30 એપ્રિલ સુધી તમામ પ્રકારના મોટા કાર્યક્રમો સ્થગિત
ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટના સૂચન બાદ ગાંધીનગર ખાતે વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક પૂર્ણ થઇ છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યૂને લઈને ખૂબ જ મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.
20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યૂ.
અમદાવાદ
રાજકોટ
વડોદરા
સુરત
જૂનાગઢ
ગાંધીનગર
જામનગર
ભાવનગર
મહેસાણા
પાટણ
આણંદ
નડીયાદ
મોરબી
ગોધરા
ભૂજ
ભરૂચ
દાહોદ
ગાંધીધામ
સુરેન્દ્રનગર
અમરેલી.
લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. મોટા મેળવડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિવસના કર્ફ્યુ મુદ્દે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા રહેશે. શનિ-રવિ રાજકીય અને સામાજિક કાર્યક્રમ બંધ રહેશે. અગાઉ રાત્રી કર્ફ્યુ રાજ્યના ચાર મહાનગરોમાં જ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે 30 એપ્રિલ સુધી 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ રાત્રિ કરફ્યુ રાત્રે 8:00 થી 06:00 સુધી અમલમાં રહેશે.
રાજ્યમાં 30 એપ્રિલ સુધી તમામ પ્રકારના મોટા કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત 30 એપ્રિલ સુધી શનિવાર અને રવિવાર તમામ સરકારી ઓફિસોમાં પણ કામ બંધ રહેશે. રાજ્ય સરકાર દ્વારા દિવસમાં કર્ફ્યુની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.