Home Gujarat જામનગર સહિત ગુજરાતમાં ધોરણ 10 નુ પરિણામ તૈયાર કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ...

જામનગર સહિત ગુજરાતમાં ધોરણ 10 નુ પરિણામ તૈયાર કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

0

અમદાવાદ : ધોરણ 10 નુ પરિણામ તૈયાર કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

આજથી રાજ્યભરની શાળાઓમાં ધોરણ 10 ના પરિણામને લગતી મહત્વની કામગીરી હાથ ધરાશે.

આજથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓના માર્કસ વેબસાઈટ પર અપલોડ કરી શકાશે. શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ શાળાઓના આચાર્યને ધોરણ 10 ના માર્કસ અપલોડ કરવા સૂચના આપી છે.

આજે સવારે 11 વાગ્યાથી ધોરણ 10ના બાળકોના માર્ક વેબસાઈટ પર શાળાઓ અપલોડ કરી શકશે. gseb.org અને sscmarks.gseb.org પર માર્ક અપલોડ કરવાના રહેશે.

17 જૂન સાંજે 5 વાગ્યા સુધી તમામ શાળાઓએ વિદ્યાર્થીઓના માર્ક અપલોડ કરી દેવાના રહેશે. પરીક્ષાર્થીઓના ગુણ, પરીક્ષાર્થીઓના નામ અને એપ્લિકેશન નંબરના આધારે તમામ વિગતો ભરવાની રહેશે.

જો કોઈ વિદ્યાર્થીના ગુણ ભરવામાં બેદરકારી ધ્યાને આવશે અથવા બેદરકારીભર્યું મૂલ્યાંકન કરાયું તો શિસ્ત વિષયક કાર્યવાહી કરાશે. શાળાઓએ ઓનલાઈન મુકેલ ગુણમાં કોઈ વિસંગતતા જણાય તો બોર્ડને જાણ કરવાની રહેશે. ગુણપત્રકના વિતરણ બાદ આ વર્ષે કોઈ જાતના સુધારા કરી અપાશે નહિ. આ સિવાય શિક્ષણ વિભાગે તમામ આચાર્યોને ધોરણ 10 બાદ આપવામાં આવતા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અંગે પણ સૂચના આપી છે. ધોરણ 10ના લિવિંગ સર્ટિફિકેટમાં ‘માસ પ્રમોશનથી પાસ જાહેર થયેલ છે’ એવું રિમાર્કમાં લખવાની સુચના અપાઈ છે.

ધો.10 અને 12નું પરિણામ તૈયાર કરવા માટે આગળના ધોરણના પરિણામની સાથે એકમ કસોટી અને સમાયિક કસોટીના ગુણોને ધ્યાને લેવાશે. બોર્ડે તમામ ડીઇઓને સૂચના આપી છે કે, વિદ્યાર્થીએ આપેલી ધો.9ની સામયિક કસોટી, એકમ કસોટીના પ્રશ્ન પેપર અને જવાબ પેપર, ધો.12ના પરિણામ માટે ધો.11ના પરિણામની સાથે ધો.12ની એકમ કસોટી અને સામયિક કસોટી અંગે તપાસ કરવી. પરિણામ તૈયાર કરવા માટે લેવાયેલા તમામ આધારોની એક નકલ ડીઇઓએ કચેરીમાં રહેશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version