Home Uncategorized જામનગર વોર્ડ નં. 6 ના કોર્પોરેટર વિરૂઘ્ધ પોલીસની ફરજમાં રૂકાવટની ફરિયાદથી ચકચાર.

જામનગર વોર્ડ નં. 6 ના કોર્પોરેટર વિરૂઘ્ધ પોલીસની ફરજમાં રૂકાવટની ફરિયાદથી ચકચાર.

0

જામનગર વોર્ડ નં.6ના કોર્પોરેટર વિરૂઘ્ધ પોલીસની ફરજમાં રૂકાવટની ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ જામનગર.
જામનગરમાં ભકિતનગર પ્લોટ નં. 6 દિગ્જામ મીલ પાછળ રહેતા 23 વર્ષીય બહુજન સમાજ પાર્ટીના કોર્પોરેટર રાહુલ ગોરધનભાઇ બોરીચા ગઇકાલે ટાટા સફારી કારમાં ભાદરા નજીકથી પસાર થઇ રહયા હતા.

ત્યારે પોલીસે ચેકીંગ દરમ્યાન તેમને રોકી પુછતાછ કરતા રાહુલભાઇએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પોતે જામનગર ડી.એમ.સા.ના જાહેરનામાનો માસ્ક હાજર દંડ ભરવાની ના પાડતા પોલીસે જાહેરનામાના ભંગ અને પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધી છે.

આરોપી સામે ગુન્હો ઇપીકો કલમ-186, 188, 270 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ – 2005 ની કલમ-51 (બી ) મુજબ ગુન્હો નોંધાયો છે.

આ કેસની વધુ તપાસ જી.સી. અઘેરા-એ.એસ.આઇ. જોડીયા પો.સ્ટે ચલાવી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version