Home Gujarat Jamnagar જામનગર જીલ્લામાં જુગારના ત્રણ દરોડામાં 18 પાના પ્રેમીની ધરપકડ.

જામનગર જીલ્લામાં જુગારના ત્રણ દરોડામાં 18 પાના પ્રેમીની ધરપકડ.

0

જામનગર જીલ્લામાં જુગારના ત્રણ દરોડામાં 18ની ધરપકડ.

જામનગર: જામનગરમાં પ્રથમ દરોડો કામળિયા વાસમાં પાડયો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા હમીરજી જુવાનસિંહ જાડેજા, રમેશ અરજણ ભાનુશાળી વગેરે 10 આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,810 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જયારે બીજો દરોડો જામનગરમાં ગોકુલ નગર પાણાખાણ વિસ્તારમાં પાડયો હતો ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા મનસુખ બાબુભાઈ કાંબલીયા, વિજય દેવજીભાઈ રોજાસરા વગેરે પાંચ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 20,950 ની માલમતા કબજે કરી છે.

આ ઉ5રાંત ત્રીજો દરોડો ઝાખર નજીક પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા મનસુખ ઘુઘાભાઇ લાલવાણી, જીવરાજ સોમાભાઈ લાલવાણી, અને કુલદીપસિંહ લાલૂભા ઝાલાની પોલીસે અટકાયત કરી તેઓની પાસેથી રૂપિયા 10,220 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version