જામનગર અને જોડિયાના ૩ દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીને 10 – 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ.
(૧). ચાર વર્ષ પહેલા નોંધાઇ ફરિયાદ સગીર યુવતિનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું
જામનગર શહેરના શંકર ટેકરી અને ગુલાબ નગર વિસ્તારમાંથી ચાર વર્ષ પહેલા બે સગીરા તથા જોડિયા તાલુકામાં થી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યા ની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
આ ત્રણેય કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે ત્રણેય આરોપીને દસ -દસ વર્ષની કેદની સજા ફટકારી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષની પુત્રી ને વર્ષ 2016માં સાગર કરસનભાઈ સોલંકી નામનો શખસ લલચાવી ફોસલાવી અપરણ કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. સાગરે તે બાબતની વાત કરવા ગયેલ સગીરાના પરિવારને હડધૂત કર્યાની પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે આથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
(ર). જોડિયા તાલુકામાંથી વર્ષ 2017માં શ્રમિક પરિવારની સગીર પુત્રીનું રાહુલ ગોલાભાઇ પરમાર નામનો શખસ અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારીયાની ફરીયાદ હતી
(3). જામનગરના ગુલાબ નગર વિસ્તાર રહેતા એક પરિવારની 17 વર્ષની પુત્રીને ચારેક વર્ષ પહેલા ગણેશ માનસિંગ કંસારા નામનો સખસ અપહરણ કરી લઈ જઈ તેણે પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દુષ્કર્મના આ ત્રણેય કેસ પોસ્કો અદાલતમાં ચાલી જતાં ન્યાયમૂર્તિ કે.આર રબારીએ આરોપી સામે રજૂ થયેલા પુરાવા જુબાની અને તબીબી અભિપ્રાય ને ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીને તકસીરવાન ઠેરવી 10 વર્ષની કેદની સજા ફટકારી હતી.