જામનગરમાં યુ.પીના મહંતના પોસ્ટર છાપનાર પ્લેઝર કલર લેબના મેનેજર ની ધરપકડ.
કોમી એખલાસ ડહોળવાનો પ્રયાસ કર્યાના ગુનામાં પોલીસની ઉડાણ પુર્વકની તપાસ.
૨૪૦૦ જેવી મામુલી રકમ કમાવા માટે હિન્દુ સમાજની લાગણીની પરવાહ કર્યા વગર પોસ્ટર છાપનાર પ્લેઝર કલર કલર લેબનો મેનેજર પાંજરે પુરાતા ચારો તરફ ફીટકાર વરસી રહયો છે.
જામનગર દરબારગઢનામાં પાંચ હાટડી વિસ્તારમાં અમુક ટીંકણખોરે ઉત્તર પ્રદેશના એક મંહત વિરુદ્ધ અણછાજતું લખાણ લખી જાહેરમાં પોસ્ટર ચિપકાવી કોમી ઉશ્કેરણી જનક કૃત્ય કરવા બદલ જામનગર પોલીસે બે સખ્સો સામે ફરીયાદ નોંધી હતી.
જો કે તપાસ દરમિયાન આ પોસ્ટર શહેરની જાણીતી કલર લેબમાં છપાયા હોવાનું સામે આવતા પોલીસે કલર લેબના મેનેજરને મદદગારીમાં લઇ ધરપકડ કરી હતી.
જામનગર શહેરના પાંચહાટડી થી ભોયવાડા તરફ જતા રોડ પર ગત તારીખ ૨૦ ના રોજ રાત્રે કોઇ અસામાજિક તત્વોએ જાહેર માર્ગ પર હિન્દુ ધર્મની લાગણી દુભાય તે રીત નું લખાણ લખી નરસિંહાનંદ મહારાજના પોસ્ટરો ચોટાડી પોસ્ટરમાં ગુસ્તાખ કી એક સઝા સર તન સે જુદા તેમજ ફોટાની નીચેના ભાગે હરામ કી પૈદાઇશ ગુસ્તાખ આતંકવાદી નરસિંહા નંદ એમ લખી શાંતી ડહોળવાનો પ્રયાસ કર્યોની રવિભાઇ વિનોદભાઇ જેઠવાએ સિટી એ ડિવિઝન પોલીસ દફતરમાં અજાણ્યા શખ્સ સામે આઇપીસી કલમ 153 (ક), 295(ક) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સીટી-Aના પીઆઈ એમ. જે જલુ સહિતના સ્ટાફે તપાસ હાથ ધર હતી. પોલીસે સીસી ટીવી ફૂટેજની ખરાઇ કરતા અને આ અંગે સ્થાનિકોની પુછપરછના આધારે તપાસ કરતા આ ઉપરાંત વિડીઓમાં દેખાતા પાંચ સગીર સહીત નવની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સખ્સોની પૂછપરછમાં સામે આવેલ વિગતો મુજબ આરોપીઓએ શહેરની જાણીતી પ્લેઝર કલર લેબમાં છપાવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પીએસઆઈ મોઢવાડિયાએ કલરલેબમાં તપાસ કરી હતી.
જેમાં મેનેજર કેતન પટેલે રૂપિયા ૨૪૦૦ માં ૩૦૦ કોપી છપી દીધી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને પોલીસે મેનેજર કેતન પટેલની ધરપકડ કરી લોકઅપના દર્શન કરાવ્યા હતા.