Home Gujarat Jamnagar જામનગરમાં પત્નિને હેરાન કરનાર શખસ વિરૂઘ્ધ ફરિયાદ કરતા આધેડ ઉપર હુમલો.

જામનગરમાં પત્નિને હેરાન કરનાર શખસ વિરૂઘ્ધ ફરિયાદ કરતા આધેડ ઉપર હુમલો.

0

જામનગર: પત્નિને હેરાન કરનાર શખસ વિરૂઘ્ધ ફરિયાદ કરતા આધેડ ઉપર હુમલો.

જામનગર: જામનગર શરૂ સેકશન રોડ કુકડા કેન્દ્ર પાસે આવાસ બિલ્ડીંગ ખાતે રહેતા મહેશ ભાઈલાલભાઈ મારડિયા ઉંમર વર્ષ 50 દ્વારા સીટી-એ ડિવિઝનમાં રફીક દોસમામદ સુમરા તથા 2 અજાણ્યા ઈસમો વિરૂદ્ધ આઈપીસીની કલમ 325, 324, 506(2), 504, 114 અને જીપીએ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યા મુજબ ફરિયાદીની પત્ની સાથે આરોપી રફીક જબર જસ્તીથી મૈત્રી સંબંધ રાખવા દબાણ કરતો હોય જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ અગાઉ પોલીસમાં અરજી કરી હતી.

જે બાબતનો ખાર રાખીને આરોપીઓ તારીખ 6 ના રોજ દિગ્વિજય પ્લોટ વાડી પાસે ફરિયાદીના હાથ પકડી રાખી આરોપી રફીકે પાઇપ વડે પગ અને વાસા માં જેમતેમ ધા મારી, બંને પગમાં ફેક્ચર અને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ અપશબ્દો બોલી, મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version