Home Gujarat Jamnagar જામનગરમાં કોરોનાથી પણ ખતરનાક બિમારી મ્યુકોર્માયકોસિસની સારવાર માટે 74 બેડ સાથેની અત્યાધુનિક...

જામનગરમાં કોરોનાથી પણ ખતરનાક બિમારી મ્યુકોર્માયકોસિસની સારવાર માટે 74 બેડ સાથેની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ.

0

જામનગરમાં કોરોનાથી પણ ખતરનાક બિમારી મ્યુકોર્માયકોસિસની સારવાર માટે 74 બેડ સાથેની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ.

મ્યુકોર્માયકોસિસના લક્ષણો જણાયે તાત્કાલિક સારવાર લેવાથી આ રોગથી થતા ગંભીર નુકસાનથી બચી શકાય છે.

મ્યુકોર્માયકોસિસના લક્ષણો, તેના નિદાન અને કાળજી વિશે વિસ્તૃત માહિતી આપતા જી.જી. હોસ્પિટલના તજજ્ઞો.

જામનગર,હાલ કોવિડની સાથે સાથે સમગ્ર રાજ્યમાં મ્યુકોર્માયકોસિસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આ રોગના લક્ષણો તથા આ રોગથી બચવા લોકોએ કેવા પગલાં તથા કાળજી લેવી જોઈએ તે અંગે જી.જી.હોસ્પિટલના તજજ્ઞો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

જેમાં જી. જી. હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગના ડો.નિરલ મોદી જણાવે છે કે,મ્યુકોર્માયકોસિસમાં કોવિડ હિસ્ટ્રી ધરાવતા દર્દીને માથામાં દુખાવો થવો, નાકમાં દુખાવો થવો અથવા લોહી નીકળવું, ચહેરા પર એક તરફ દુખાવો થવો, દાંત ઢીલા પડી જવા, એક તરફ માથું દુખવું આ બધા પ્રાથમિક લક્ષણો છે.

ડાયાબિટીસ,કોવિડના ગંભીર દર્દીઓ તેમજ લાંબા ગાળાની કિડનીની બીમારી હોય તેવા લોકોને મ્યુકોર્માયકોસિસ થવાની શક્યતાઓ વધી જાય છે.ત્યારે તાત્કાલિક નિદાન તથા સારવાર લેવાથી મ્યુકોર્માયકોસિસથી થતા નુકસાનથી બચી શકાય છે કારણ કે આ રોગ આંખમાં, નાકમાં કે મગજ સુધી પ્રસરે ત્યારે દર્દી માટે મુશ્કેલીઓ વધી શકે છે. જો કોઈ પણ દર્દીને ઉપર મુજબના કોઈપણ લક્ષણો જણાય તો તેણે તાત્કાલિક નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે.

હોસ્પિટલના આંખ વિભાગમાં સેવા આપતા ડો.રાધાએ જણાવ્યું હતું કે, કોવિડના ગંભીર દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો જોવા મળે છે. આ રોગ કાનના રસ્તેથી આંખ તથા મગજ સુધી પહોંચે છે આવા સંજોગોમાં દર્દીની દ્રષ્ટિ ગુમાવવાની શક્યતાઓ પણ વધી જાય છે.

ત્યારે જો દર્દી તાત્કાલિક સારવાર લે તો મ્યુકોર્માયકોસિસથી થતા નુકસાનથી બચી શકે છે.આ રોગની સારવાર માટેની તમામ અત્યાધુનિક સુવિધાઓ જી.જી. હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવેલી છે.

મ્યુકોર્માયકોસિસને કઈ રીતે અટકાવી શકાય ?

મ્યુકોર્માયકોસિસને અટકાવવા અંગેમેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતુ કે,આ રોગથી બચવા સુગરને સંતુલીત રાખવું, જરૂર પડે ઈન્સ્યુલીનનો ઉપયોગ કરવો, સ્વચ્છતા રાખવી,બિમારીના લક્ષણો જણાયેતુરંત સારવાર શરૂ કરવી ખુબ જરૂરી છે. આ માટે તજજ્ઞોને અલગથી તાલીમ આપવામાં આવી રહી છે તેમજજી.જી.હોસ્પિટલની ઈન્ફેકશન ક્ધટ્રોલ ટીમ પણ સતતકાર્યરત છે.

મ્યુકોર્માયકોસિસ અંગે જી.જી.હોસ્પિટલ ખાતે કેવી છે તૈયારીઓ ?

જી.જી.હોસ્પિટલ ખાતે મ્યુકોર્માયકોસિસની સારવાર માટે કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી આપતા કોરોના નોડલ ઓફિસર ડો.એસ.એસ.ચેટરજી જણાવે છે કે, જી.જી.હોસ્પિટલમાંમ્યુકોર્માયકોસિસનાદર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જે માટે કોવિડ બિલ્ડિંગમાં44બેડનો અલગથી ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં મેડિકલ સારવાર તથા જરૂર પડ્યે સર્જીકલ સારવાર પણ કરવામાં આવી રહી છે.કોવિડ હોસ્પિટલ ખાતે 44 બેડ તથા જુની જી.જી.હોસ્પિટલ ખાતે 30મળી કુલ74બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે. જ્યાં હાલ જુની હોસ્પિટલ ખાતે 17તેમજ કોવિડ હોસ્પિટલ ખાતે 22 મળી કુલ 39 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version