Home Gujarat Jamnagar જામનગરમાં આવતીકાલથી ‘મીની લોકડાઉન’  જીલ્લા કલેકટરે બહાર પાડ્યું નવું જાહેરનામું.

જામનગરમાં આવતીકાલથી ‘મીની લોકડાઉન’  જીલ્લા કલેકટરે બહાર પાડ્યું નવું જાહેરનામું.

0

જામનગરમાં આવતીકાલથી ‘મીની લોકડાઉન’  જીલ્લા કલેકટરે બહાર પાડ્યું નવું જાહેરનામું.

જામનગરમાં આવતીકાલથી તમામ દુકાનો, લારી ગલ્લા, શોપીંગ મોલ સહિતની વ્યાપારિક પ્રવૃતિઓ બંધ.

જીવન જરૂરી વસ્તુઓ જેમ કે કરીયાણાની દુકાન, શાકભાજીના વેપારી, મેડીકલ સ્ટોલ સહિતના ખુલ્લા રાખી શકાશે.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.

આજે રાજય સરકાર દ્વારા મીની લોકડાઉનની જાહેરાત કરાઇ જે સંબંધે જામનગર જીલ્લા કલેકટર રવિશંકર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જેમાં જામનગર શહેરમાં આવતીકાલથી તમામ દુકાનો, લારી ગલ્લાઓ, શોપીંગ મોલ સહિતની વેપારી પ્રવૃતિઓ બંધ રાખવા આદેશ કરાયો છે.
જાહેરનામામાં જણાવ્યું છે કે રાત્રી કફર્યુ દરમ્યાન રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુનું ચુસ્ત પાલન થશે. કોઇએ બીનજરૂરી ઘરની બહાર કે જાહેર જગ્યામાં નીકળવું નહીં નહીતર પોલીસ નિયમ મુજબ કાર્યવાહી કરશે.

આ ઉપરાંત જામનગર શહેરમાં તમામ આર્થિક, વ્યાપારિક પ્રવૃતિઓ જેવી કે દુકાનો, વાણિજય સંસ્થાઓ, તમામ લારી ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, અઠવાડિક ગુજરી બજારો, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય) સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ,  વોટર પાર્ક,  જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, સલુન સ્પા, બ્યુટીપાર્લર, જીમ, સ્વીમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ અને કોમર્શિયલ કોમ્પલેક્ષ બંધ રાખવા આદેશ કરાયો છે.
રેસ્ટોરન્ટ પણ બંધ રાખવાના રહેશે પરંતુ રેસ્ટોન્ટમાં ટેક અવેની સુવિધા આપી શકાશે.

તમામ માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે પરંતુ યાર્ડમાં શાકભાજી અને ફળફળાદીનું વેચાણ ચાલુ રહેશે.

અંતિમ ક્રિયા માટે 20 લોકોની મંજૂરી અપાઇ છે.
ઉપરાંત સરકારી-અર્ધ સરકારી સહિતની તમામ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સુનિશ્ર્ચિત કરવાનો રહેશે.

તમામ પ્રકારના રાજકીય સામાજિક, ધાર્મિક સાંસ્કૃતિક મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

સ્પોર્ટ સ્ટેડીયમમાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર રમત ગમત ચાલુ રાખી શકાશે.

તમામ ધાર્મિક સ્થાનો પર જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

દૈનિક પુજા વિધિ ધાર્મિક સ્થાનના સંચાલકો કે પુજારીઓ કરી શકશે.

પબ્લીક બસ ટ્રાન્સપોર્ટમાં મહતમ 50 ટકા પેસેન્જરની કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે.
અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોએ આરટી-પીસીઆર ટેસ્ટ સંબંધમાં આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી સુચનાનું પાલન કરવાનું રહેશે.

ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાના અને બાંધકામ પ્રવૃતિઓ યથાવત રીતે ચાલુ રહેશે. જો કે તેમાં કોરોનાની ગાઇડ લાઇન છે તેનો અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત મેડીકલ અને પેરામેડીકલ સેવાઓ પણ યથાવત રીતે ચાલુ રહેશે.

લગ્ન-પ્રસંગમાં 50 લોકોની જ હાજરી તથા અંતિમવિધિમાં 20 લોકોની હાજરીના નિયંત્રણો મૂકાયા હતા તે ચાલુ રહેશે.

આવતીકાલથી તા.પમે સુધીમાં મીની લોકડાઉનમાં અનાજ-કરીયાણાની દુકાનો, શાકભાજી, ફળફળાદીની દુકાનો, મેડીકલ સ્ટોર, મીલ પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો, મેડીકલ અને પેરામેડીકલ સેવાઓ ચાલુ રહેશે.

આ ઉપરાંત તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃતિઓ યથાવત રહેશે.

સરકારના જાહેરનામા મુજબ ઘર-ઘર ટીફીન સેવા ચાલુ રહેશે. ઉપરાંત તમામ પ્રકારના પેટ્રોલ-ડીઝલના પંપ, એલપીજી ડિસ્ટ્રીબ્યુશન સેવા ચાલુ રહેશે. પોસ્ટ અને કુરિયર તથા ખાનગી સિકયુરીટી સેવા ચાલુ રહેશે.

પશુ આહાર, ઘાસચારો, પશુ દવાખાના તથા સંબંધીત સેવાઓ તથા પ્રેસ કંટ્રોલ અને આવશ્યક સેવાનો પુરવઠો ચાલુ રહેશે.

પાણી વિતરણ સેવા પણ યથાવત રહેશે. આંતર રાજય, આંતર જિલ્લા, આંતર શહેર ટ્રાન્સપોર્ટ સેવા યથાવત રહેશે.

તમામ ઔદ્યોગિક એકમોને કાચો માલ પૂરો પાડતાં એકમો અને દુકાનો ચાલુ રહેશે. એટીએમ સહિતની તમામ બેંકીંગ સેવા પણ યથાવત રહેશે. તમામ સરકારી, અર્ધ સરકારી સહિતની ખાનગી અને જાહેર કંપનીઓ રીપેરીંગ સેવાઓ, સ્ટોક એકસચેન્જ અને બ્રોકર્સની ઓફિસો, વીમા કંપનીઓ આ તમામ ચાલુ રહેશે. પરંતુ તેમાં કર્મચારીઓની હાજરી 50 ટકા સુધી જ મર્યાદીત રાખી શકાશે. અનાજ તથા મસાલા દળવાની ઘંટીઓ ચાલુ રહેશે.

પ્રિન્ટ, ટેલીવિઝન અને ડિજીટલ મીડિયા યથાવત રીતે કામ કરશે.

સરકારની ગાઈડ લાઈન અને પોલીસ કમિશ્નરના જાહેરનામાં મુજબ સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક, સંબધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરિંગ હાઉસ, એ.ટી.એસી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈસ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને લાગુ પડશે નહીં.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version