જામનગરમાં આજે રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન.
મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી વર્ચ્યુઅલી ઇ-ઉદ્દઘાટન કરાશે.
જામનગર: જામનગરમાં દિન-પ્રતિદીન વધી રહેલા કોરના સંક્રમણને ખાળવા તંત્ર રાત દિવસ એક કરી રહ્યું છે ત્યારે ખાનગી કંપનીઓ અને સંસ્થાઓ પણ સરકારની મદદ આવી છે. જામનગર જીલ્લામાં કાર્યરત એવી વિશ્ર્વની મહાકાય કંપની રિલાયન્સ પણ આ મહામારીમાં મદદ કરવા પાછળ નથી રહી, થોડા દિવસ અગાઉ જ રિલાયન્સ દ્વારા શહેરમાં કોવીડ હોસ્પિટલના નિર્માણની જોહરાત કરી હતી જે આજથી શરૂ થઇ રહી છે.
રાજયના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા આજે સાંજે 5.15 કલાકે જામનગર ખાતેની રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવશે.
આ પ્રસંગે જામનગર ખાતે કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ, રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, જામનગરના મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, રીલાયન્સ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.