જામનગરની સજૂબા સ્કૂલ પાસે વાહન ટોઇંગ મામલે થયેલ બબાલ મુદ્દે દંપતી સામે ફરિયાદ
જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક દિપક ટોકીઝ પાસે વાહન અડચણરૂપ હોય તે અંગેની કામગીરી દરમિયાન ટ્રાફિક જમાદારની ફરજમાં રૂકાવટ કરીને ઝપાઝપી તેમજ માર માર્યા આ અંગેનો વિડીયો ગઈકાલે વાયરલ થયો હતો જે બનાવમાં ફરજમાં રૂકાવટ કર્યાની દંપતી સામે ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના ટ્રાફિક શાખાના એએસઆઈ રાજેશ દયાળજીભાઈ મેરાણીની પાઇલોટ વાહન ટુ અને થ્રી વેલમાં નો પાર્કિંગ વાહન અડચણરૂપ હોય તેને દૂર કરવાની કાયદેસરની ફરજમાં ગઈકાલે હતા.
દિપક ટોકિજ નજીક સજુબા સ્કૂલના ગેટ પાસે આ અંગેની કાયદેસરની કામગીરીમાં ટ્રાફિક જમાદાર હતા એ દરમિયાન સંજયભાઈ અને અન્ય એ ફરિયાદી રાજેશભાઇ સાથે ઝપાઝપી, બોલાચાલી કરી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત જાપટો મારી આરોપીઓ એકબીજાને મદદગારી કરીને ટ્રાફિક પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.
આ અંગે ટ્રાફિક એસઆઈ રાજેશભાઈ એ ડિવિઝન સંજય રામનાથ પાલ અને ભાનુબેન સંજયભાઈ ની વિરુધ્ધ આઇપીસીની કલમ 332, 186, 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.