સચાણામાં માછીમારી બાબતે બોલાચાલી બાદ બઘડાટી : એકબીજાને માર માર્યાની સામસામી ફરીયા
જામનગર : પંચ એ પોલીસ સ્ટેશનમાં મહમદભાઈ અયુબભાઈ કકલ, ઉ.વ.40, રે. સચાણા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.9-6-21 ના સચાણા ગામે ફરીયાદી મહમદભાઈના પત્નીને આ કામના આરોપીઓએ નજીરભાઈ, સબીરભાઈ, એજાજભાઈ, હાજરાબેન સાથે જાહેરમાં બોલાચાલી કરી ફરીયાદી મહમદભાઈને માથાના ભાગે લાકડાનો ધોકો મારી શરીરે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાની મદદગારી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
પંચ એ પોલીસ સ્ટેશનમાં નજીરહુશેન ઉર્ફે નજીર યાસીનભાઈ ઈશાભાઈ બસરા, ઉ.વ.30, રે. સચાણા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.9-6-21 ના સચાણા ગામે ફરીયાદી નજીર અને આરોપી મહમદભાઈ અયુબભાઈ કકલ બંન્ને માછીમારી ધંધો કરતા હોય જેમાં આરોપી મહમદભાઈનો ધંધો બહાર ચાલતો ન હોય તેનો ખાર રાખી આરોપી મહમદભાઈએ ફરીયાદી નજીરભાઈ તથા તેના ભાઈને ઢીકાપાટુનો માર મારી તથા લોખંડના પાઈપ વડે ફરીયાદી નજીરભાઈ તથા તેનાભાઈને માથામાં ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી સમીનબેન મહમદભાઈ અયુબભાઈ કકલ ને માથામાં લાકડાનો ધોકો મારી ઈજા કરી એકબીજાને મદદગારી ગાળો આપી તથા જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.