Home Gujarat ગુજરાતમાં 15 એપ્રિલથી શરૂ થનારી ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકુફ

ગુજરાતમાં 15 એપ્રિલથી શરૂ થનારી ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકુફ

0

ગુજરાતમાં 15 એપ્રિલથી શરૂ થનારી ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ.

ગાંધીનગર દેશભરની સાથે રાજ્યમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ એક તરફ મહેનત કરી રહ્યાં તો બીજી તરફ પરીક્ષા ક્યારે લેવાશે અને કેવી રીતે લેવાશે તેની પર ઘણાં પ્રશ્નચિહ્નો છે.

હાલ ગુજરાતનાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા પાછળ ખસેડવામાં આવી છે. મુખ્ય પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં સ્કૂલોએ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની રહેશે. પહેલા 15 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાવવાની હતી.

શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાળા કક્ષાના વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓ તારીખ 15-04-21થી 30-04-21ના સમયગાળાને બદલે શાળાઓએ આ પરીક્ષા એસ.એસ.સી બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ ત્રણ દિવસમાં લેવાની રહેશે. આ બાબતની અન્ય સૂચનાઓ યથાવત રહેશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version