Home Gujarat Ahmedabad અમદાવાદ,વડોદરા અને ભાવનગરના મેયર, ડે.મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનની વરણી

અમદાવાદ,વડોદરા અને ભાવનગરના મેયર, ડે.મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનની વરણી

0

અમદાવાદ,વડોદરા અને ભાવનગરના મેયર, ડે.મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનની વરણી

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. તેના બાદ આજે 3 મહાનગરોના મેયર તથા અન્ય સભાસદોના નામની જાહેરાત થઈ છે. અમદાવાદમાં કિરીટ પરમારને મેયર બનાવાયા. તો વડોદરામાં કેયુર રોકડિયાની પક્ષે પસંદગી કરી છે. તો ભાવનગરમાં કિર્તીબેન દાણીધારિયાની મેયર તરીકે વરણી કરાઈ છે.

ત્યારે આ મેયરના નામની જાહેરાતમાં યોગાનુયોગ સર્જાયો છે. ત્રણેય મેયરના નામ પર ‘ક’ પરથી છે. ત્યારે મહાનગરોમાં મેયરની પસંદગીમાં મિથુન રાશિનો દબદબો રહ્યો છે તેવુ કહી શકાય.

કિરીટ પરમાર અમદાવાદના નવા મેયર બન્યા છે.

ઠક્કરબાપા નગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર પર પ્રદેશ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલની વરણી થઈ છે.

હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે.

શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. તો ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી કરાઈ છે.

વડોદરા મહાનગરપાલિકામાં ભવ્ય જીત બાદ શાસકોની વરણી થઈ ગઈ છે. વોર્ડ નંબર આઠથી કોર્પોરેટર કેયુર રોકડિયાની મેયર તરીકે વરણી કરવામાં આવી છે.

જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોષીની વરણી કરવામાં આવી છે. ડો.હિતેન્દ્ર પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

શાસક પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લીંબચીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના દંડક તરીકે ચિરાગ બારોટની વરણી કરવામાં આવી છે. આ તમામ લોકો હવે વડોદરા મહાનગર સેવાસદનની શાસન વ્યવસ્થા ચલાવશે.

ભાવનગરના નવા મેયર કિર્તીબેન દાણીધારિયાની વરણી કરાઈ છે. તો ભાવનગરના ડે.મેયર પદે કૃણાલ શાહની વરણી કરાઈ છે.

ભાવનગરના સ્ટે.કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલિયાની વરણી થઈ છે. ભાવનગર મનપાના દંડક પદે પંકજસિંહ ગોહિલની વરણી કરાઈ છે. ભાવનગરના નવા શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ બન્યા છે.

 

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version