જામનગરમાં નવરાત્રિ મહોત્સવ પહેલાં ‘વેલકમ નવરાત્રિ’ના કાર્યક્રમમાં યુવાધન હિલોળે ચઢયુ

0
1355

જામનગરમાં નવરાત્રિ મહોત્સવ પહેલાં ‘વેલકમ નવરાત્રિ’ના કાર્યક્રમમાં યુવાધન હિલોળે ચઢયુ

  • શહેરમાં અનેક વાડી ખાનગી પ્લોટ સહિતના વિસ્તારોમાં એક દિવસિય વેલકમ નવરાત્રી ના અર્વાચીન રાસ મહોત્સવ શરૂ થયા

દેશ દેવી ન્યુઝ જામનગર : તા ૧૨ ઓક્ટોબર ૨૩ આસો મહિનાની નવરાત્રિ એટલે માઁ ની આરાધનાના દિવસો. ત્યારે હવે આસો મહિનાના નોરતાની શરૂઆત થવાને આડે માત્ર ત્રણ દિવસ બાકી રહયા છે. ત્યારે માઈભકતો તેમજ ખેલૈયાઓમાં નોરતાની ઉજવણી કરવા થનગનાટ જોવા મળી રહયો છે. હાલ ખાસ કરીને સાક્ષાત માતાજીનું સ્વરૂપ ધારણ કરતી નાની બાળાઓ માતાજીના ગરબા રમવા મોડીરાત્રિ સુધી પ્રેકટીસ કરી રહી છે. આ ઉપરાંત જામનગર શહેરમાં અને આસપાસના હાઇવે હોટલ- ખાનગી પ્લોટ સહિતના વિસ્તારમાં ૧૦ થી વધુ જગ્યાએ અર્વાચીન ગરબાઓ પણ થવાના છે. ત્યારે હાલ તો જામનગર શહેરમાં છેલ્લા પાંચ દિવસથી વેલકમ નવરાત્રિ કરવા માટે રાત્રિના આયોજનો શરૂ થઈ ગયા છે. ગઈકાલે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ સામે એક ગૃપ દ્વારા વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ રીતે અન્ય ખાનગી પાર્ટી પ્લોટ, જુદી જુદી જ્ઞાતિની વાડી અને હાઇવે હોટલ સહિતના વિસ્તારોમાં એક દિવસીય વેલકમ નવરાત્રી ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં પણ ખેલૈયાઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ યુવાધન મન મૂકીને ઝુમતું જોવા મળ્યું હતું. હાલ શહેરના અલગ અલગ ગૃપ દ્વારા વેલકમ નવરાત્રિના આયોજનો પુરબહારમાં ચાલી રહયા છે.