જામનગરમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે આયોજિત પરશુરામ શોભાયાત્રા દરમિયાન ‘નારી સશક્તિકરણ’ ના દર્શન થશે
છોટીકાશી માં આયોજિત ભગવાન પરશુરામજી ની શોભાયાત્રા નું કન્વીનર પદ મહિલા અગ્રણી મનિષાબેન સુંબડ ને સોંપાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ એપ્રિલ, ૨૫ છોટી કાશીમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ના નેજા હેઠળ ભગવાન પરશુરામ જયંતિ ની પ્રતિવર્ષ ઉજવણી થાય છે, અને શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે, ત્યારે આ વખતની શોભાયાત્રા દરમિયાન નારી શક્તિના દર્શન થાય તે પ્રકારે નું આયોજન કરવામાં આવ્યું છે, અને શોભાયાત્રા ના કન્વીનરનું પદ જિલ્લાના મહિલા બ્રહ્મ અગ્રણી મનીષાબેન સુંબડ ને સોંપાયું છે. તેઓની સાથે સહ કન્વીનર પદે પણ અન્ય મહિલા બ્રહ્મ અગ્રણીઓની નિમણૂક કરવામાં આવી છે.જામનગર શહેરમાં ગત પાંચમી તારીખે બ્રાહ્મણો નાં આરાધ્ય દેવતા શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સવ અંતર્ગત મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મહત્વની બેઠકમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ના ટ્રસ્ટી નરેન્દ્ર ભાઈ ત્રિવેદી તેમજ શહેર અધ્યક્ષ આશિષભાઈ જોશી અને સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા સર્વાનુમતે સ્ત્રી સશક્તિકરણ ને પ્રાધાન્ય આપી ને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ના ઇતિહાસ માં સૌ પ્રથમ વખત જિલ્લા મહિલા અધ્યક્ષ મનીષા બેન સુંબડ ની પરશુરામ ભગવાન ની શોભાયાત્રા (૨૦૨૫) ના કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.ઉપરાંત સહ કન્વીનર તરીકે જાગૃતિ બેન ત્રિવેદી , મીના બેન જ્યોતિષ તેમજ વૈશાલી બેન જોશી ની નિમણૂક કરવામાં આવી છે. જે તમામ બહેનો દ્વારા જ સમગ્ર પરશુરામ શોભાયાત્રા નું સંચાલન તેમજ વ્યવસ્થા ગોઠવવામાં આવશે, અને તેઓની રાહબરી હેઠળ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.