વાડીનાર લાંચકાંડમાં ઝડપાયેલા મહિલા સરપંચને આખરે બરતરફ કરાયા: હિનાબા જાડેજા બન્યા સરપંચ

0
1376

લાંચકાંડમાં ઝડપાયેલા વાડીનારના મહિલા સરપંચને આખરે બરતરફ કરાયા

ઉપસરપંચ હિનાબા વિજયસિંહ જાડેજાને સોંપાયો સરપંચનો ચાર્જ, ટીડીઓ દ્વારા લેવાયું પગલુંદેશ દેવી ન્યુઝ જામનગર : 13. વાડીનાર: ખંભાળીયાના વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હુશેનાબાનું અને ડો.પતિ અબાસ સંઘારને ખાનગી કંપનીમાં કમ્પાઉન્ડ વોલના કામમાં કોન્ટ્રાક્ટરને અડચણ ઉભી ન કરવા બાબતે રાજકોટની હોટલ પાસે ટ્રેપ ગોઠવી એસીબી દ્વારા રૂ.1.50 લાખની લાંચ લેતા આશરે ચારેક માસ પૂર્વે ઝડપી પાડવામાં આવ્યા હતા જેને પગલે દેવભૂમિ પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.ઉપરોક્ત વિગતો ધ્યાને લઇ તમામ કાયદાકીય બાબતો ધ્યાને રાખી દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી જાડેજા દ્વારા મહિલા સરપંચ હુશેનાબાનુને બરતરફ કરવામાં આવ્યા છે. બાદમાં સરપંચ નો ચાર્જ ઉપસરપંચ હિનાબા વિજયસિંહ જાડેજાને સોપવાનો આદેશ લેખિતમાં કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.દ્વારકા જિલ્લાના અતિ મહત્વપુર્ણ ગણાતા વાડીનારના સરપંચ પદ માટે ભારે રાજકીય દાવપેચ રમાય છે ત્યારે મહામુસીબતે મળતા સરપંચ પદના મહિલા સરપંચ હુસેના બાનુ તથા તેના પતિ ડોક્ટર અબાસ સંઘારબંને આરોપી લાંચ લેવામાં પકડાયા બાદ જેલ હવાલે થયા હતા. ત્યારબાદ ગુરૂવારે તેઓને સરપંચ પદેથી દૂર કરતો ટી ડી ઓ દ્વારા આદેશ કરાતા એક વખત ઝાટકો લાગ્યો છે. આમ આગામી દિવસોમાં વાડીનારના સરપંચ પદ મેળવવા માટે ભારે રાજકીય ગરમી જોવા મળશે.