જામનગરના મીગ કોલોનીમાં મહિલા પોસ્ટમેનના થેલા ની ઉઠાંતરી

0
6

જામનગરમાં મિગ કોલોની વિસ્તારમાં એક મહિલા પોસ્ટમેન ના ટપાલ સાથેના થેલા ને નિશાન બનાવતા તસ્કરો

  • બે નંગ મોબાઈલ ફોન અને ટપાલો સાથે નો થયેલો કોઈ તસ્કર ચોરી કરી ગયા ની પોલીસ ફરિયાદ

  • પોલીસ તપાસમાં એક શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં તેની શોધખોળ હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ એપ્રિલ ૨૫ , જામનગર શહેરમાં તસ્કરો બેખોફ બન્યા છે, અને એક મહિલા પોસ્ટમેનને પણ નિશાન બનાવી લઈ સરકારી ટપાલો નો થેલો, કે જેમાં બે નંગ મોબાઈલ ફોન અને સરકારી ટપાલ નો જથ્થો હતો, જે થેલા ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જેમાં પોલીસે સીસીટીવી કેમેરા ના આધારે તસ્કરને શોધવાની કવાયત શરૂ કરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગતે વિશે કે મૂળ જુનાગઢ જિલ્લાના કેશોદના વતની અને હાલ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી પૂજાબેન બાલુભાઈ ગરચર ઉંમર (વર્ષ ૨૮) કે જેઓ ગઈકાલે સવારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં મિગ કોલોની વિસ્તારમાં શાંતિ હાઈટસ નામની બિલ્ડીંગમાં ટપાલ આપવા માટે ગયા હતા.

તેઓએ પોતાનો ટપાલ સાથેનો થેલો એકટીવા સ્કૂટરમાં રાખ્યો હતો, અને બિલ્ડીંગમાં ટપાલ દઈને પરત આવ્યા હતા. જે દરમિયાન સ્કૂટરમાં રાખેલો તેમનો થેલો કોઈ તસ્કરો ઉઠાવી ગયા હતા. જે 5થેલામાં પોસ્ટ ઓફિસ નો એક સરકારી મોબાઈલ ફોન, તેમજ પોતાનો ખાનગી મોબાઇલ ફોન તથા જુદીજુદી રજીસ્ટર એડી સહિતની ટપાલ વગેરેનો જથ્થો હતો, તે થેલાની ચોરી કરી ગયા હોવાથી અજાણ્યા તસ્કર સામે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ એલ. બી. જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં એક શખ્સ થેલા ની ઉઠાંતરી કરીને જઈ રહેલો જોવા મળ્યો હતો. તે સીસીટીવી ના ફૂટેજ ના આધારે પોલીસે તસ્કાને શોધી કાઢવા માટેની કવાયત શરૂ કરી છે.