જામનગર મ્યું કમિશ્નરની બદલીથી અનેક તર્કવિર્તકો : શું ઝોનફેર નડી ગયું.?

0
2619

જામનગર મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડીની રાજ્ય સરકારએ અચાનક સીંગલ ઓર્ડરથી બદલી મનપાના વર્તુળમાં ભારે ચકચાર

  • વિજયકુમાર લાલુભાઈ ખરાડીને સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે અમદાવાદ બદલી કરીને કલેક્ટર ડો. સૌરભ પારધીને કમિશ્નરનો ચાર્જ સોંપતો આદેશ કર્યો છે.
  • ઝોન ફેરનો મુદ્દો નડી ગયો હોવાની વ્યાપક ચર્ચા.!!
  • ફાયરમાં પટ્ટાવાળા કક્ષાના મેકેનિકલને ડે. ચીફ ફાયર ઓફિસર બનાવી દેવાયા: નિતીન માડમ
  • જામનગર મનપા છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યાએ ચીપકેલા કર્મચારી ઉપર લટકતી તલવાર : સરકારમાં જાણ કરાઈ
  • મનપામાં મહત્વની જગ્યામાં ”રીટાયર્ડ” થયા બાદ ”બિચારા” બનેલા વૃદ્ધોની હકાલપટ્ટી થશે.!!

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ માર્ચ ૨૩ જામનગર મ્યુનિસિપલ કમિશ્નર વિજયભાઈ લાલુભાઈ ખરાડીની સિંગલ ઓર્ડરથી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે બદલી કરી નાખતા રાજકીય વર્તુળમાં સોંપો પડી ગયો છે. મનપાના કર્મચારી આલમમાં ભારે ખુશ-ફુસ શરૂ થઈ છે.

જામનગર મ્યું કમિશ્નર વિજયકુમાર લાલુભાઈ ખરાડીની શનિવારે બપોરે સરકારના સિંગલ ઓર્ડરથી ગાંધીનગર “સ્પીપા” ખાતે બદલી કરતા આદેશથી ભારે ખળભળાટ મચી ગયો છે. જાડાનો ઝોન ફેરનો મુદ્દો નડી ગયો હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા પામી છે. બીજી બાજુ સામાન્ય રીતે IAS કક્ષાના અધિકારીની બદલીના ઓર્ડર સામુહીક રીતે નીકળતા હોય છે. પરંતુ મ્યુ કમિશનર વિજયકુમાર લાલુભાઇ ખરાડીની સીંગલ ઓર્ડરથી ગાંધીનગર સ્પીપાના ડે.ડાયરેક્ટર તરીકે અચાનક બદલીનો આદેશ કરતા રાજકીય વર્તુળમાં ચર્ચા વ્યાપી ગઈ છે.

છેલ્લા ઘણા સમયથી જામનગરમાં ઝોન ફેરનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો જેને લઇ RTI એકટીવીસ્ટ અને શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નિતીનભાઇ માડમે લડતના મંડાણ કર્યા હતા અને ઝોન ફેરને લગત વિગત પણ માંગી હતી સાથો-સાથ રંગમતિ નદી પર ખડકાયેલ ગે. પૂલને લઈ તંત્રને પોતાના વકીલ મારફત લીગલ નોટીસ ફટકારતા શહેરભરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો