જામનગરના સમર્પણ ઇ એસ આર એ ઝોન વિસ્તારમાં મંગળવારે પાણી વિતરણ બંધ રહેશે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૪ ઓક્ટોબર ૨૪, જામનગર મહા નગરપાલિકાના સમર્પણ ઇ એસ આર મા પંપિંગ મશીનરી મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી મંગળવાર તારીખ ૧૫ ના રોજ સમર્પણ ઇ એસ આર હેઠળ નાં એ ઝોન વિસ્તાર મા પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે .આ વિસ્તાર ને બીજા દિવસે પાણી વિત્રણ કરવામાં આવશે.
જામનગર તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ વોટર વર્કસ શાખા ના સમર્પણ ઈ.એસ.આર. ખાતે પમ્પીંગ મશીનરી નું મેઈન્ટેનન્સ કામ કરવા નું હોવા થી સમર્પણ ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો શિવમ સોસાયટી, પટેલ નગરી, ઋષિ બંગ્લોઝ, ગજાનન સોસાયટી, ઓસવાળ ૨.૩ અને ૪, મહાવીર પાર્ક, ગોકુલધામ, સિદ્ધિ પાર્ક, મેહુલ નગર, કેવાલીયા વાડી, શિવમ પાર્ક, પંડિત દિન દયાળ આવાસ, જોઇસર પાર્ક, દેવ પાર્ક, દવા બજાર, હનુમાન ચોક, ધનંજય પાર્ક, ચેમ્બર કોલોની, હીરા પાર્ક, અજંતા સોસાયટી, મયુર પાર્ક, વાસાવીશ, રેવન્યુ કોલોની, હાટકેશ્વર સોસાયટી, મયુર વિલા, કુબેર પાર્ક, સરલાબેન ત્રિવેદી ભવન, ફૂલચંદ તંબોલી ભવન, ધરારનગર-૧, સદગુરૂ કોલોની, ફોરેસ્ટ ક્વાટર, હાઉસિંગ બોર્ડ, સલીમબાપુના મદ્રાસા વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. ઉપરોક્ત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે .તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા કાર્યપાલક ઈજનેર (વોટર વર્કસ શાખા ,મહા નગર પાલિકા જામનગર) ની યાદી મા જણાવાયું છે.