જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં મુસાફર ભરેલી રીક્ષા અને મહાનગરપાલિકાના કચરાના કન્ટેનર વચ્ચે અકસ્માતના CCTV આવ્યા સામે
- રીક્ષા માર્ગ પર પડખાભેર થઈ ને પડીકું વળી ગઈ: અંદર બેઠેલા બે બાળકો સહિત ચાર ને નાની-મોટી ઇજા
અકસ્માતના VIDEO જોવા માટે Facebook પેઇજ પર ક્લિક કરો
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ માર્ચ ૨૩ , જામનગરમાં નાગનાથ ગેઇટ સર્કલ વિસ્તારમાં ધૂળેટીના બપોરના સમયે પેસેન્જર ભરેલી એક રીક્ષા અને કચરાના કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રીક્ષા પડીકું વળી ગઈ હતી, અને અંદર બેઠેલા બે બાળકો સહિતના ચાર વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ હતી.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર માં નાગનાથ ગેઇટ સર્કલ વિસ્તારમાં ધૂળેટીના બપોરના સમયે પસાર થઈ રહેલી જીજે ૨૩ ડબલ્યુ ૨૦૭૮ નંબરની ઓટો રીક્ષા ને સામેથી આવી રહેલા જામનગર મહાનગરપાલિકાના કચરા ના કન્ટેનર જી.જે.૧૦ ટી.એક્સ. ૩૧૫૩ ના ચાલકે ઠોકર મારી દેતાં પડીકું વળી ગઈ હતી, અને માર્ગ પર આડે પડખે થઈ હતી.જે રિક્ષામાં બેઠેલા નરેશ પરમાર અને ચિરાગ સારીયા સહિત ચાર વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ હતી, જે તમામને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. અકસ્માત ના બનાવ પછી લોકોનું ટોળું એકત્ર થયું હતું. સીટી- બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.