જામનગરમાં “વણિક” યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો: બે સામે ફરીયાદ

0
5489

જામનગરમાં વ્યાજ વટાવની ફરીયાદ : વણિક યુવાનના ઓરીજનલ દસ્તાવેજ અને કોરા ચેક લઈ લીધાની રાવ : બે સામે ફરિયાદ

  • આરોપી:- (૧) નીલેશભાઇ દીક્ષીત ઓફીસ- પટેલ કોલોની શેરી નં-૬ પાવન ડેરીવાળી શેરી (૨) વીમલભાઇ ફલ રહે- ચૌહાણ ફળી વિધ્યાભવનવાળી શેરી જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૨ જાન્યુંઆરી ૨૩ જામનગર શહેરના મોહનનગર આવાસ માં રહેતા કેયુર નીતિનભાઈ સંઘવીનીલેશ દિક્ષીતી પાસેથી રૂપીયા ૨૦૦૦૦/- રોજના બસો રૂપીયા ના દરે લીધેલ હોય અને તેનુ દર મહીને ૬૦૦૦/- વ્યાજ ભરતો હોય અને રૂપીયા ૪૫૦૦૦/- જેટલુ વ્યાજ ચુકવી આપેલ હોવા છતા વધુ રૂપીયા આપવા માટે દબાણ કરતો હોય પરંતુ કેયુર સંઘવીની આર્થીક પરીસ્થીત સારી ન હોવા છતા વ્યાજ સાથે મુદલ રકમ બે લાખ રૂપીયાની માંગણી કરતો હોય તેમજ રણજીત રોડ વિદ્યાભવન પાછળ રહેતો વિમલ ફલ પાસેથી કેયુર સંઘવીએ ૧૦ ટકા ના દરે રૂપીયા ૩,૫૦,૦૦૦ વ્યાજે લીધેલ હોય અને તેનુ સાડા સાત લાખ જેટલુ વ્યાજ ચુકવી દીધેલ હોવા છતા મુદલ તથા વ્યાજ સાથે અઢાર લાખ જેટલી રકમની બળજબરીથી પઠાણી ઉઘરાણી કરતો હોય તેમજ કેયુર સંઘવી પાસેથી જામીનગીરી માટે મકાનના દસ્તાવેજની ઓરીજનલ ફાઇલ તેમજ બેંકના ચેકો લીધેલ હોય અને વણિક યુવાનને ભુંડી ગાળો આપી માર મારવાની ધમકી આપી પૈસા માટે પઠાણી ઉઘરાણી કરતો હોય આથી કેયુર સંઘવી નામના વણિક યુવાને નિલેશ દિક્ષીત અને ચૌહાણ ફળીના વિમલ ફ્લ વિરૂદ્ધ નોંધાવતા ચકચાર જાગી છે.

હાલ તો સીટી-એ ડિવિઝન પોલીસે ગુન્‍હો ઇપીકો કલમ ૩૮૫,૫૦૪,૫૦૬(૧) તથા મનીલેન્ડર્સ એકટ કલમ ૫,૩૯,૪૦,૪૨ મુજબ ગુનોં નોંધી બંનેની શોધખોળ આદરી છે.