યુવતિ સાથે પરીચયમાં રહેલ યશ નિલેશભાઈ મકવાણા નામનો રાજકોટમાં રહેતો શખસ તેણીને ભગાડી ગયાની આશંકા..
કાલાવડના ભીમાનુ ગામમાં નદીએ કપડા ધોવા ગયેલી આહિર યુવતી લાપતા..દેશ દેવી ન્યુઝ 17.જામનગર કાલાવડ તાલુકાના ભીમાનુગામમાં નદીએ કપડા ધોવા ગયેલી અપરિણિત યુવતી લાપતા થયા બાદ તેણી રાજકોટના યુવક સાથે ભાગી ગયાનું પોલીસમાં જાહેર થયું છે.ભીમાનુ ગામમાં રહેતી જલ્પાબેન આહીર (ઉ.વ .૨૨) નામની યુવતી ગત તા .૨૬ / ૧૧ / ૨૧ ના રોજ સવારે ૧૧ વાગ્યે નદીએ કપડા ધોવા ગઈ હતી . જ્યાંથી તેણી એકા-એક ગુમ થઈ ગઈ હતી.તેણી રાજકોટના ત્રિશુલચોકમાં રહેતો યશ નિલેશભાઈ મકવાણાના સંપર્કમાં હતા તે શખસ સાથે ભાગી ગયાની શંકા હોવાનું યુવતીના ભાઈ અશોકભાઈ લખમણભાઈ માલાએ કાલાવડ પોલીસમાં જાહેર કર્યુ છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસે ગુમ નોંધ લખીને ગુમ થનાર જલ્પાબેન વાને રૂપાળી અને આશરે સાડા પાંચ ફુટની ઉંચાઈની અને શરીરે લાલ તથા કાળા કલરનો ડ્રેસ પહેરેલો છે . જે કોઈને જાણ કે , પતો મળ્યે પોલીસને જાણ કરવા અપીલ કરી