જામજોધપુર પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત ત્રણને મુદ્દામાલ પરત અપાયો

0
1593

જામજોધપુર પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ આસામીઓને રોકડ-મોબાઈલ સહિતનો મુદ્દા માલ પરત અપાયો

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૨૯ નવેમ્બર ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ત્રણ વ્યક્તિઓને રોકડ રકમ મોબાઈલ ફોન સહિતનો મુદ્દા માલ પરત અપાયો હતો.

જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તેમજ લાલપુરના નાયબ પોલીસ અધિકારી અને નવ નિયુક્ત આઈ.પી.એસ. પ્રતિભા ના માર્ગદર્શન હેઠળ જામજોધપુરના પોલીસ સ્ટાફ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો.જે અનુસાર ગોંડલના નટવરલાલ ગોંડલીયા નામના આસામીને રૂપિયા ૬૦ હજારનો ચેક પરત આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જામજોધપુરના કપિલભાઈ ગિરધરભાઈ ઘેડિયા નામના આસામીને રૂપિયા ૬૬,૭૮૯ ની કિંમત ના ૨૮૩ કિલો ધાણા નક બાચકા પરત અપાયા હતા, ઉપરાંત જામજોધપુરના રહેવાસી પારસ ભાઈ મયુરભાઈ ઝાલા ને તેઓનો રૂપિયા ૧૪,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન પરત અપાયો હતો. જે ત્રણેય લાભાર્થીઓએ પોલીસ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.