જામનગર લાલપુર નજીક પડાણા પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં કાકા ભત્રીજા ને ઇજા થયા બાદ કાકા નું કરુણ મૃત્યુ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ એપ્રિલ ૨૫ જામનગર નજીક પડાણા ગામના પાટીયા પાસે એક કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર લાલપુર તાલુકાના ડબાસંગ ગામના ખેડૂત કાકા ભત્રીજાને ઇજા થઈ હતી. જેમાં બાઈકની પાછળ બેઠેલા કાકા નું ગંભીર ઇજા થયા બાદ મૃત્યુ નીપજયું છે, જ્યારે ભત્રીજા ની સારવાર ચાલી રહી છે. પોલીસે કારચાલક સામે ગુનો નોધ્યો છે.