જામનગરના પીઝા રેસ્ટોરન્ટમાં બે વેઈટરો રૂ .3 લાખની ચોરી કરી પલાયન: ચોરી કરતા CCTVમાં થયા કેદ.

0
1538

જામનગરના રેસ્ટોરન્ટમાં બે વેઈટરો રૂ .ત્રણ લાખની ચોરી કરી પલાયન: ચોરી કરતા CCTVમાં થયા કેદ.

પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને શોધખોળ આરંભી : બંને વેઈટરો પોતાના વતન બીહાર નાશી ગયાનું પ્રાથમિક તારણ..દેશ દેવી ન્યુઝ 27.જામનગર શહેરમાં આવેલા રેસ્ટોરન્ટમાં બીહારી ર વેઈટરો રોકડ રૂા .૩ લાખ ઉપરાંતની ચોરી કરીને નાશી છુટ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે અને પોલીસે ગુનો નોંધીને આરોપી વેઈટરોની શોધખોળ આરંભી છે.

જામનગર શહેરના દિગ્વિજ્ય પ્લોટ -૮ માં રૂદ્ર એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા નીલેષભાઈ હર્ષવદન વારીયા ( ઉ.વ .૪૭ ) નામના વેપારીનું શહેરના અંબર ટોકીઝ પાસે , નિયો સ્કવેર કોમ્પ્લેક્સમાં વિલીયમ જોન્સ પીઝા ( સુપરલેટીવ ) રેસ્ટોરન્ટ આવેલું છે.

આ રેસ્ટોરન્ટમાં બીહારના મધુબની જિલ્લાના બેલહા ગામના સુમીતકુમાર મંડલ અને અરવીંદ મંડલ નામના બન્ને શખસો વેઈટર તરીકે કામ કરે છે અને ગત તા.૨૧ ના રાત્રીના બન્ને બીહારી વેઈટરોએ રેસ્ટરોન્ટનું કેશ કાઉન્ટર તોડી નાંખ્યું હતું અને કાઉન્ટરમાં રાખેલ રોકડ રૂા .૩,૦૭,૦૦૦ ની ચોરી કરીને નાશી છુટ્યા હતાં. આ અંગેની વેપારીએ પોલીસમાં જાણ કરી હતી અને પોલીસ ગુપ્ત રીતે તપાસ હાથ ધરી હતી . પરંતુ બન્ને શખસો પોલીસને ચકમો આપીને બીહારમાં ચાલ્યા ગયા હોવાનું પોલીસના પ્રાથમિક તપાસમાં આવ્યું હતું .

જે બાદ આજે પોલીસે રેસ્ટોરન્ટના માલીકની ફરિયાદ પરથી કામ કરતાં બન્ને વેઈટરો સામે ચોરીનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ સીટી -બીના પોલીસ ઇન્સ્પેક્ટર ભોયે ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એમ.રાદડીયાએ તપાસ હાથ ધરી છે.

આ ચોરીના બનાવથી જામનગરના હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોમાં સારી એવી ચકચાર જાગી છે .