જામનગરમાં બે ઠગનું રૂ. 55 લાખનું કૌભાંડ :મકાનમાં બેંક લોનનો ઉલ્લેખ કર્યાં વગર બારોબાર વેચી માર્યું

0
8538

જામનગરમાં બે ઠગે આચર્યું કૌભાંડ: મકાનમાં બેંક લોનનો ઉલ્લેખ કર્યાં વગર બારોબાર વેચી માર્યું

  • આરોપી: (૧) નિલેષભાઇ માધવજીભાઇ પરમાર રહે. રાજરાજેશ્વરી સોસાયટી,ગોકુલનગર જામનગર ૯૯૦૯૫૧૧૦૫૬ (૨) ભાવેશ રામજીભાઇ સચદેવ રહે. નંદાણા તાઃકલ્યાણપુર જી.દેવભુમીદ્વારકા
  • નિલેષ પરમારે ભાવેશ સચદેવના નામે લોન લઈ સાત દિવસમાં મકાન બીજાને વેંચી માર્યું.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૭ માર્ચ ૨૩ જામનગર ગોકુલનગર વિસ્તારમાં રહેતા નિલેષભાઇ પરમાર અને દ્વારકાના નંદાણા ગામના ભાવેશ સચદેવે પુર્વયોજીત કાવત્રુ રચી આચર્યું કૌભાંડ મકાન ઉપર બેંક પાસેથી લોન લઈ સાત દિવસમાં ભગવતસિંહ જાડેજાને વેંચી મારતા ભોડો ફૂટી ગયો પોલીસે પૂર્વ આયોજીત કાવતરૂંની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.

પોલીસ ચોપડેથી જાણવા મળતી વિગત મુજબ જામનગર ગોકુલનગર રાજરાજેશ્વરી સોસાયટીમાં રહેતા નિલેષભાઇ માધવજીભાઇ પરમાર પોતાની માલીકીનુ સોહમનગરમાં આવેલું મકાન નં.૪૨/૫ ઉપર તેના મીત્ર ભાવેશ સચદેવના નામે બેંક ઓફ બરોડામાં મોર્ગેજ લોન રૂ.૫૫,૧૦,૧૦૭/- ની મેળવી હતી આ લોન ભરપાય કર્યા વગર આ મકાનનો દસ્તાવેજ નં. ૧૨૮૩/૨૦૨૦ માં બેંક લોન ઉલ્લેખ કર્યા વગર તાઃ ૧૯/૨/૨૦૨૦ ના રોજ નિલેષભાઇએ ભાવેશભાઇને કરી આપ્યો હતો અને ત્યાર બાદ આઠ જ દિવસમાં ભાવેશ સચદેવએ આ મકાન મયુરનગર પ્રજાપતિની વાડી પાસે રહેતા ભગવતસિંહ જાડેજાને દસ્તાવેજમાં બેંક લોન નો ઉલ્લેખ કર્યા વગર વેચાણ દસ્તાવેજ નં. ૧૪૩૮/૨૦૨૦ તાઃ૨૭/૦૨/૨૦૨૦ થી બેંક લોન ભરપાઈ કર્યાં વગર વેંચી માયું હતું સત્ય વિગત છુપાવી હતી

જે બાબતની જાણ ભગવતસિંહ જાડેજાને થતા આરોપીઓ એ ફરીયાદી ને મકાન વેચતા પહેલા બેંક લોનના નાણા મેળવી લઇ તે ભરપાય ન કરવા પડે તે સારૂ પુર્વયોજીત કાવત્રુરચી, બદદાનત થી બેંક લોનની હકિકત છુપાવી ફરીયાદી ને વેચાણ દસ્તાવેજ કરી આપી છેતરપીંડી, વિશ્વાસઘાત, અને ઠગાઇ કરી ગુનો આચર્યો હતો આથી ભગવતસિંહ જાડેજાએ સીટી-સી ડિવિઝન પોલીસનો સંપર્ક સાધી નિલેષ પરમાર અને નંદાણાના ભાવેશ સચદેવ વિરૂદ્ધ IPC કલમ ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦, ૪૨૩ મુજબ ગુનોં નોધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વધુ તપાસ Pl પી.એલ વાધેલા ચલાવી રહ્યા છે.