જામજોધપુર પંથકના બે માથાભારે શખ્સો “પાસા” માં ધકેલાયા

0
3005

જામજોધપુરના બાલવા ગામના બે માથાભારે શખ્સો સામે પોલીસે પાસા નું શસ્ત્ર ઉગામ્યું: અમદાવાદ અને સુરતની જેલમાં ધકેલાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨, એપ્રિલ ૨૫ જામનગર જિલ્લા જામજોધપુર તાલુકાના બાલવા ગામના બે માથાભારે શખ્સો સામે શરીર સંબંધી બે થી વધુ ગુનાઓ નોંધાયા હોવાથી તેઓ સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી, અને બંનેની અટકાયત કરી લઈ સુરત અને અમદાવાદની જેલમાં મોકલી દેવાયા છે.જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રેલ્વે સ્ટેશન પાછળ રહેતા ઇમરાન હાજીભાઈ સમા નામના ૨૩ વર્ષના શખ્સ સામે તાજેતરમાં શરીર સંબંધી બે ગુન્હા નોંધાઈ ચૂક્યા છે, તે જ રીતે બાલવા ગામમાં જ રહેતા સુલતાન જુમાભાઈ સમા સામે પણ શરીર સંબંધી બે ગુના નોંધાયા છે.જે બંને શખ્સ સામે એલસીબી ની ટીમ દ્વારા પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા કલેકટર સમક્ષ મોકલવામાં આવી હતી, જેને મંજૂરીની મહોર મારવામાં આવી છે, અને બંને ને પાસા હેઠળ અટકાયતમાં લેવાનો હુકમ કરાયો હતો.જેના અનુસંધાને ગઈકાલે મોડી રાત્રે એલસીબી ની ટુકડીએ બાલવા ગામમાંથી બંનેને અટકાયતમાં લઈ લીધા હતા, અને એકને અમદાવાદની સાબરમતી જેલમાં, અને બીજાને સુરતની લાજપોર જેલમાં મોકલી આપ્યા છે.