જામનગર જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓ જેલમુક્ત

0
6858

જામનગરની જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓને સારી વર્તુણુક ને કારણે જેલમુક્ત કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ માર્ચ ૨૪ જામનગરની જિલ્લા જેલમાં જેલવાસ ભોગવી રહેલા પાકા કામના બે કેદીઓ, કે જેઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે, પરંતુ તેઓની સારી વર્તણૂક ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તેઓને મુક્તિ આપવામાં આવી છે, અને જેલ મુક્ત કરાયા છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના ડો.કે.એલ.એન.રાવ દ્વારા આજીવન કેદની સજા પામેલા અને ૧૪ વર્ષ પુર્ણ કરેલા હોઈ અને જેલમાં સારી વર્તણુક ધરાવતા કેદીઓને વહેલી તકે માફી મળે તે માટેના હકારાત્મક પ્રયત્નોનો થકી આજે તા.૦૯-૦૩-૨૦૨૪ ના રોજ ગૃહ વિભાગ, ગુજરાત સરકારશ્રીના આદેશોનુસાર અત્રેની જામનગર જીલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા બે પાકા કેદીઓ જીતેન્દ્ર ઉર્ફે વેલીયો સવજીભાઈ વાઘોડીયા અને કરશન વીશાભાઈ ખાંભલા ને CRPC-૪૩૨ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરાયો હતો.

જે બન્ને કેદીઓને શરતો આધિન આજરોજ જેલ મુકત કરાયા છે. તેમજ તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડીંગ કરવામાં આવેલ છે, તથા તેઓને ફુલહાર કરી મીંઠુ મોઢું કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોતાની પોસ્ટ ની પાસબુક આપી સમાજમાં પુન:સ્થાપનની શુભેચ્છાઓ પાઠવી જેલ મુક્ત કરવામાં આવ્યા છે.