લાલપુર પંથકના પીપર ગામમાં પ્રૌઢ સહિત બે વ્યક્તિઓ ઉપર પાઈપ અને છરી વડે હુમલો
- આરોપી:- (૧)હરીમભાઈ ગોગનભાઈ ગોરાણીયા (૨) સુરેશભાઈ હરીમભાઈ ગોરાણીયા (૩) ખીમાભાઈ હરીમભાઈ ગોરાણીયા રહે.બધા પીપર ગામ વાડી વિસ્તાર તા.લાલપુર,જી.જામનગર
- કંપનીના ગેટ માંથી પસાર થવાની “ના” પાડી તો’ ઢીબી નાખ્યા.
દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૨ ડિસેમ્બર ૨૨ લાલપુર તાલુકાના પીપર ગામમાં રહેતાં અને સસોઇ ડેમ પાસે આવેલી ગુલમરો કંપનીમાં ફરજ બજાવતા દાઉદભાઈ સમા નામના પ્રૌઢ તેની કંપનીના ગેઈટ પાસે હરીમ ગોરાણીયાની ખેતીની જમીન કંપનીના ગેઈટની બાજુમાં જ આવેલી હોવાથી હરીમ ગોગન ગોરાણીયા, સુરેશ હરીમ ગોરાણીયા અને ખીમા હરીમ ગોરાણીયા નામના શખ્સો તેમની ખેતીવાડી માટે અલગ રસ્તો હોવા છતાં અવાર-નવાર કંપનીના ગેઈટ પાસેથી દાદાગીરીથી પસાર થતા હોય જેથી પ્રૌઢે પિતા અને પુત્રોને આ રસ્તાનો ઉપયોગ કરવાની ના પાડી હોવા છતાં અવાર-નવાર આ જ રસ્તાનો ઉપયોગ કરતાં હતાં દરમિયાન વધુ એક વખત પિતા અને બે પુત્રો એ કંપનીના ગેઈટ પાસેના રસ્તાનો ઉપયોગ કરતા પ્રૌઢે ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલ હરીમ ગોરાણિયા, સુરેશ ગોરાણીયા અને ખીમા ગોરાણીયા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ વડે દાઉદભાઈ સમા ઉપર હુમલો કર્યો હતો.
તેમજ લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારતા અશોકભાઈ વાઘેલા છોડાવવા વચ્ચે પડયા હતાં જેથી ખીમા ગોરાણીયાએ અશોકભાઈ ઉપર છરી વડે હુમલો કરી આંખના ઉપરના ભાગમાં ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી અપશબ્દો કહ્યા હતાં. ત્રણ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં પ્રૌઢ સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ થતા એએસઆઈ કે.કે. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ દાઉદભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.