જામનગરના વિકાસ ગૃહ માંથી ભેદી સંજોગોમાં લાપતા બનેલી બે સગીર બહેનો મળી આવી

0
5741

જામનગરના વિકાસ ગૃહ માંથી ભેદી સંજોગોમાં લાપતા બનેલી બે સગીર બહેનો જામનગર માંથી મળી આવતાં હાશકારો

  • બંને બહેનોને એકલાપણું લાગતું હોવાથી વિકાસ ગૃહ માંથી નીકળી જામનગરમાં રહેતા તેના સગા ને ઘેર પહોંચી હતી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ જૂન ૨૪, જામનગર ના વિકાસ ગૃહમા રહીને અભ્યાસ કરતી બે સગીર વયની બહેનો ૧૦.૬.૨૦૨૪ રાતે એકાએક લાપત્તા બની જતાં વિકાસગૃહ ના સંચાલિકા દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગે ફરીયાદ નોંધાવી હતી, જેમાં પોલીસની તપાસ દરમિયાન બંને સગીર બહેનો જામનગરમાં રહેતા તેના કુટુંબીજનો ના ઘરેથી હેમખેમ મળી આવતાં હાશકારો અનુભવાયો છે અને બંનેને ફરીથી વિકાસ ગૃહમાં મોકલી અપાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ચિલ્ડ્રન ફોર ગર્લ્સ વિભાગમાં રહીને અભ્યાસ કરતી ૧૪ વર્ષ અને ૧૭ વર્ષની વયની બે સગીર બહેનો, ત્રણ દિવસ પહેલાં રાત્રી દરમિયાન વિકાસગૃહ માંથી ભેદી સંજોગોમાં લાપતા બની જતાં વિકાસ ગૃહમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વીટીબેન મુકેશભાઈ જાની એ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બન્ને સગીર બહેનો ના અપહરણ થઈ જવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદ ના અનુસંધાને પોલીસે તપાસ શરૂ કર્યા પછી બંને બહેનો જામનગર શહેરમાં જ રહેતા તેની ના સગા ના ઘરમાંથી મળી આવતાં વિક્સગૃહ ના સંચાલકો અને પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો, અને બંને બહેનોનો કબજો સંભાળી ફરીથી વિક્સગૃહમાં મોકલી આપી છે. બનાવના બે દિવસ પહેલા જ બંને સગીરાની માતા મળવા માટે આવ્યા હતા, અને બંને બહેનોને વિકાસ ગૃહમાં પરિવાર વિના એકલા પણું લાગતું હતું, જેથી ચાલ્યા ગયા હોવાની કબુલાત આપી હતી.