જામનગર સટ્ટાબજાર ઈમારતનો જર્જરીત હિસ્સો ટુટી પડતા બે લારીનો ભૂક્કો

0
2510

જામનગરમાં સટ્ટાબજાર વિસ્તારમાં મનમોહન માર્કેટ નો જર્જરીત હિસ્સો ઘસી પડતાં એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો: નાસ્તાની બે લારી નો પણ ભૂકકો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ ફેબ્રુઆરી ૨૪, જામનગરમાં સટ્ટા બજાર વિસ્તારમાં મનમોહન માર્કેટ નો રવેશ નો હિસ્સો એકાએક ધસી પડતાં નીચે ઉભેલો એક યુવાન ઈજાગ્રસ્ત બન્યો હતો, ઉપરાંત નીચે રહેલી નાસ્તાની બે લારીનો પણ ભૂકો બોલી ગયો છે, અને જામનગરમાં નગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે. જામનગરમાં સટ્ટા બજાર વિસ્તારમાં આવેલી જૂની મનમોહન માર્કેટ કે જેના રવેશ નો ભાગ એકાએક ધસીને નીચે પડ્યો હતો. જે ગલીમાં કેટલીક નાસ્તાની લારીઓ ઉભી રહે છે, અને અનેક લોકો વહેલી સવારથી નાસ્તો કરવા માટે ટોળે વળે છે, પરંતુ આ સમયે માત્ર એક વ્યક્તિ ત્યાં હાજર હતી અને તેના ઉપર રવેશનો કેટલોક હિસ્સો ધસી પડતાં ઈજાગ્રરત બન્યો હતો, જેને સારવાર માટે જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ ઉપરાંત રવેશમાંથી પડવાના કારણે બે નાસ્તાની લારી નો ભૂકો બોલી ગયો હતો, અને કાટમાળના સ્વરૂપમાં ફેરવાઇ છે. આ બનાવને લઈને ભયમાહોલ થઈ ગયો હતો. મહાનગરપાલિકા નું તંત્ર આ બનાવ પછી દોડતું થયું છે.