દ્વારકામાં સતવારા પ્રોઢનું મકાન અને પ્લોટ પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબીંગની બે ફરિયાદ

0
628

દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાણ અને દ્વારકામાં લેન્ડ ગ્રેબીંગની બે ફરિયાદ

લ્યાણપુરના રાણ ગામે જમીન પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાણ અને દ્વારકામાં લેન્ડ ગ્રેબીંગની બે ફરિયાદ નોંધાતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ બંન્ને કેસની જાણવા મળતી વિગત પ્રમાણે, કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રણછોડભાઈ કાનાભાઈ નકુમ નામના આશરે 52 વર્ષના સતવારા પ્રૌઢ તથા તેમના ભાઈઓના સંયુક્ત માલિકીના વાડો (જમીન) પર તેમના કૌટુંબિક એવા ભીમાભાઈ હરદાસભાઈ નકુમ દ્વારા છેલ્લા આશરે પાંચેક વર્ષથી કબજો જમાવી રાખ્યા રાખવામાં આવ્યો છે. રાણ ગામના ખાતા નંબર 1215 ના નવા સરવે નંબર 1496 ની આશરે 3100 ફૂટ જેટલી આ જગ્યાની કિંમત રૂપિયા 70,000 દર્શાવવામાં આવી છે.

આ જગ્યાને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા અંગે રણછોડભાઈ નકુમની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ભીમાભાઈ હરદાસભાઈ નકુમ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પ્રકરણની વધુ તપાસ ડી.વાય.એસ.પી. એસ.એચ. સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત બીજા બનાવની વિગત પ્રમાણે, ફરિયાદી જયભાઈની માલિકીના મકાનને અગાઉ તાળું મારેલું હોય, વર્ષ 2018 ના ફેબ્રુઆરી માસમાં દિપક થોભાણીએ ઉપરોક્ત મકાનમાંથી સામાન કાઢવાના બહાને તાળાની ચાવી લઈ ગયા બાદ ફરિયાદી જયભાઈની માલિકીનું આ મકાન પચાવી પાડવાના ઈરાદે ઉપરોક્ત મકાનમાં વસવાટ કરી અને કબજો કરી લીધો હતો.

આ પછી દિપકભાઈને અવાર-નવાર મકાન ખાલી કરવાનું કહેવા છતાં તેણે કબજો નહીં સોંપીને મકાન પચાવી પાડવાના ઈરાદે ખાલી ન કરતા આ પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકમાં જમીન પચાવી પાડવાના કાયદા અધિનિયમ 2020 ની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ અહીંના ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે.